Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

પોરબંદર ફિશરીઝ ટર્મિનલના ઓકશન હોલનું પુનઃ નિર્માણ પૂર્ણ છતાં પાંચ વર્ષથી દુકાનો ફાળવવામાં આવતી નથી

વિધાનસભામાં ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડિયાએ પુછેલા પ્રશ્‍નના જવાબમાં મત્‍સ્‍યોદ્યોગ મંત્રીએ ફિશરીઝ દુકાનોની હરાજી નહીં થયાનું જણાવ્‍યુ

પોરબંદર, તા. રર :  ફિશરીઝ ટર્મીનલમાં ઓકશન હોલના પુનઃ નિર્માણ કામગીરી પૂર્ણ થયાને પાંચ વર્ષ થઇ ગયા છતાં દુકાનો ફાળવણી કરવામાં નહીં આવતી હોવા અંગે ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડિયાએ વિધાનસભામાં પ્રશ્‍ન પુછતા તેના જવાબમાં મત્‍સ્‍યોદ્યોગ મંત્રીએ આ ફિશરીઝ ટર્મિનલના નવ નિમિતિ ઓકશન હોલની દુકાનોની હજુ હરાજી નહી કરવામાં આવ્‍યાનું જણાવ્‍યું હતું.

વિધાનસભમાં ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડિયા દ્વારા પોરબંદર ફિશરીંગ ટર્મીનલ ઉપર ઓકશન હોલની હરાજીને લઇને પુછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં  મત્‍સ્‍યોઉદ્યોગ મંત્રીશ્રીએ આપેલ જવાબ મુજબ પોરબંદર ફિશરીંગ ટર્મીનલ ઉપર ઓક્‍શન હોલની કામગીરી જૂન-૨૦૧૮ માં પૂર્ણ કરી દેવામાં આવેલ છે, જેને આજે પાંચ વર્ષ જેટલો સમય થવા આવ્‍યો હોવા છતાં આજ દિવસ સુધી પોરબંદર ફિશરીંગ ટર્મીનલ ઉપર પુનઃનિર્મિત ઓક્‍શન હોલની એકપણ દુકાનની ફાળવણી કે હરાજી કરવામાં આવી નથી. 

મત્‍સ્‍યોઉદ્યોગ મંત્રીશ્રી આ દુકાનોની ઈ-હરાજી  થી શરૂ કરીને ઝડપથી પુરી કરી દુકાનો ફાળવાની ખાતરી આપી છે, પરંતુ સમગ્ર પ્રક્રિયા કયારે પૂર્ણ થશે તે અંગે ચોક્કસ માહિતી આપી નથી. શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આ અંગે જણાવ્‍યું હતું કે પોરબંદર ગુજરાતનું એક મહત્‍વનું બંદર છે અને હજારો લોકો આ બંદર થકી પોતાની રોજગારી મેળવે છે, ત્‍યારે ફિશરીંગ ટર્મીનલ ઉપર ઓક્‍શન હોલ પાંચ વર્ષથી તૈયાર હોવા છતાં આજે દિવસ સુધી એકપણ દુકાનની હરાજી કરીને ફાળવવામાં આવી નથી તે સરકારની મત્‍સ્‍યઉદ્યોગ પ્રત્‍યેની ઉદાસીનતા દર્શાવે છે. જેથી તેમના માટેની આવાસ યોજના સરકારે ફરી શરૂ કરવી જોઈએ.

(1:11 pm IST)