Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

ગોંડલ ભાજપના આગેવાન ભૂપતભાઈ ડાભી સહિત છ શખ્‍સો સામે ગુન્‍હો નોંધાયો

સમાધાન માટે બોલાવી યુવાનને ધોકાથી ઝુડી નાખનાર : યુવાનને માર મારતો હોવાનો વિડીયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ થયોઃ સમાધાન માટે રૂપિયાની માંગણી કરતા ઝઘડો થયોઃ ભૂપતભાઈ ડાભી

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા), ગોંડલ, તા.૨૨: ભગવતપરા મા રહેતા યુવાન ને ભાજપ અગ્રણી તથા તેના પુત્રો સહિત છ શખ્‍સોએ ધોકા તથા લોખંડની સાકળ વડે બેરહમ માર મારતા બનાવ અંગે એટ્રોસીટી સહિત ફરિયાદ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ભગવતપરામાં બનેલી ઘટનામા ધોકા વડે યુવાનને માર મારતા હોય તેના સીસીટીવી ફુટેજ સોશ્‍યલ મીડીયામા વાયરલ થતા શહેર મા ચકચાર જાગી હતી .

પ્રાપ્ત વિગત મુજબ ભગવતપરા વાછરા રોડ માધવ નગર મા રહેતા ભાવેશ રમેશભાઈ સોલંકી એ પોલીસ ફરિયાદ મા જણાવ્‍યુ કે ગત રાત્રીના ભુપતભાઇ ડાભીના ઘરે  સમાધાન માટે મળવા જતા  મારી સાથે બોલાચાલી કરી બેફામ ગાળો આપી મને બાઇક પરથી પછાડી દઇ ભુપતભાઇ ડાભી, લાલો ડાભી,અજય ડાભી, નિરજ ડાભી,અશોક ગોહેલ તથા એક અજાણ્‍યા શખ્‍સે જાતી પ્રત્‍યે હડતુત કરી ધોકા,લોખંડ ની સાંકળ થી બેરહમ માર માર્યો હતો. અશોક ગોહેલે મારા સાળા કીરણભાઇ સાથે ઝપાઝપી કરી હાથમા ફ્રેકચર જેવી ઇજા કરી હતી.

બનાવના કારણમા ભુપતભાઇના સબંધી પુજા કેટર્સ વાળા અશોક ગોહેલે ફરિયાદી પર કેસ કરેલો હોય સમાધાન માટે મળવા જતા હુમલો કરી માર માર્યો હતો.

બીજી બાજુ ભુપતભાઇ ડાભી એ એવુ જણાવ્‍યુ કે ભાવેશે સમાધાન માટે પૈસા ની માંગણી કરી જગડો કરતા બનાવ બન્‍યો હતો. ભુપતભાઇ ડાભી કોળી ઠાકોર વિકાસ નિગમના પુર્વ ચેરમેન છે.સીસીટીવી ફુટેજમા યુવાનને યુપી બીહાર સ્‍ટાઇલથી માર મરાતો હોય ચકચાર જાગી છે.

(1:11 pm IST)