Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

પોરબંદરમાં સાયબર ક્રાઇમ જાગૃતિ સેમિનાર

 પોરબંદર : જિલ્લા પોલીસ અને લાયન્‍સ કલબ દ્વારા ‘સાયબર કાઈમ જાગૃતિ સેમીનાર' કે જેમાં મોબાઈલ અને ઈન્‍ટરનેટના માઘ્‍યમથી નાણાંકીય લેતી-દેતીમાં થતી છેતરપીંડીથી જાગૃત થવા અને બચવા માટે કયાં પ્રકારની સાવચેતી રાખવી જોઈએ તે અંગેની માહિતી આપતા એક સેમીનારનું યોજાયો હતો. ડી.વાય.એસપી. નિલમ ગોસ્‍વામી, ડી.વાય.એસ.પી.રૂતુ રાબા, ડિસ્‍ટ્રીકટ ચેમ્‍બરના પ્રમુખ અનિલભાઈ કારીયા, ફસ્‍ટ વાઈસ ડિસ્‍ટ્રીકટ ગર્વનર લાયન્‍સ ક્‍લબ હિરલબા જાડેજા, અને પી.આઈ.શ્રીમાળીના અતિથી વિશેષ પદે તથા ડો. સુરેશભાઈ ગાંધી, રાજભાઈ બુઘ્‍ધદેવ, રાજેશભાઈ લાખાણી, પદુભાઈ રાયચુરા, કિશનભાઈ મલકાણ વગેરે મહાનુભાવો  ઉપસ્‍થિત રહ્યા હતા.  આ સેમીનારનો પ્રારંભ ડિસ્‍ટ્રીકટ ચેમ્‍બરના પ્રમુખ અનીલભાઈ કારીયાના સ્‍વાગત પ્રવચનથી કરવામાં આવ્‍યો. તેઓએ ઉપસ્‍થિત સર્વે મહાનુભાવો, વ્‍યાપારીઓ અને ઉદ્યોગપતિઓનું સ્‍વાગત કર્યું.  અનીલભાઈએ જણાવ્‍યુ કે ડિસ્‍ટ્રીકટ ચેમ્‍બર દ્વારા શહેરના નાગરિકોને વિશેષ માહિત મળી રહે તે હેતુથી વિવિધ વિષયો પર સેમીનારનું આયોજન કરવામાં આવે હતું. ડી.વાય.એસ.પી. રૂતુ રાબાનુ સ્‍વાગત લાયન્‍સ કલબના પ્રમુખ આશિષભાઈ પંડાયાએ કર્યું જયારે પી.આઈ.જાડેજાને મુકેશભાઈ ઠકકર તથા આકાશભાઈ લાખાણીને પદુભાઈ રાયચુરા અને હિરલબા જાડેજાને અનીલભાઈ કારીયાએ પુષ્‍પગુચ્‍છથી પુષ્‍પગુચ્‍છથી સન્‍માન કર્યું. પ્રાસંગિક પ્રવચનમાં ડી.વાય.એસ.પી. રૂતુ રાબાએ કયા પ્રકારના ગુન્‍હાઓને સાયબર કાઈમમાં સમાવવામાં આવેલ છે તેની વિગતે માહિતી આપી. સાયબર કાઈમનો ભોગ ન બનવા માટે સર્તક્‍તા રાખવી જરૂરી તે અંગે સ્‍વયં અનુભવેલ કિસ્‍સાની વાત પણ મુકત મને વર્ણવી. તેઓએ એમ પણ ઉમેયુ કે સાયબર ક્રાઇમના એવરેજ૬૦ જેટલા કેસો નોંધાય છે. જો કોઈ સાયબર ફોડનો બનાવ બનેતો તુરંતજ રાઉન્‍ડ ધી ક્‍લોક સેવા આપતો ૧૯૩૦ નંબર પર કોલ કરવા જણાવેલ. જેથી ગુમાવેલા નાણાં વધુમાં વધુ પરત મેળવી શકાય. સેમીનારના વક્‍તાઓના સુમનબા જાડેજાતથા આકાશભાઈ, સાઈબર ક્રાઈમના પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા સુમનબા જાડેજા વક્‍તવ્‍યમાં જણાવ્‍યુ કે, આમ પ્રજાજનો સાયબર કાઈમનો ભોગ ન બને તે માટે રાખવાની થતી તકેદારીઓ અંગે જરૂરી માર્ગદર્શન આપ્‍યુ હતું. હિરલબા જાડેજાએ આ સેમીનાર અંગે પોતાનો પ્રતિભાવ રજુ કર્યો.લાયન્‍સ કલબના પ્રમુખ આશિષભાઈ પંડયાએ આભાર કાર્યક્રમનુ સંચાલન જયેન્‍દ્રભાઈ લાખાણીએ કરેલ હતુ. સેમીનારમાં ઉપસ્‍થિત મહાનુભાવોની તસ્‍વીરો.

(1:03 pm IST)