Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

પોરબંદરમાં સમય ગ્રુપ દ્વારા શ્‍વાનને રોટલા ખવડાવવાની પ્રેરક સેવા

પોરબંદર, તા.૨૨: સમય ગ્રુપ દ્વારા શ્‍વાન અને ગાયોને રોટલા ખવડાવવાની પ્રેરણારૂપ સેવા ચાલી રહી છે.

સમય ગ્રૃપ દ્વારા પરમહંસો, પશુ-પંખીઓ અને જરૂરીયાતમંદ પરિવારના બાળકો માટે સમયાંતરે સેવાકાર્યો કરવામાં આવે છે. શ્‍વાન માટે સમયાંતરે રોટલા બનાવવામાં આવે છે અને તે પણ ઘી અને ગોળવાળા રવિવારે ૧,૩૧૩ જેટલા રોટલા બનાવવામાં આવ્‍યા હતા. તે શહેરના વિવિધ વિસ્‍તારોમાં જ અને શ્‍વાન અને ગાયોને ખવડાવવામાં આવ્‍યા હતા. પોરબંદર શહેરમાં અનેક સેવાભાવી સંસ્‍થાઓ દ્વારા પશુ પંખીઓ માટે અનેક વિધસેવાકાર્યો કરવામાં આવે છે.

શહેરના વિવિધ વિસ્‍તારોમાં ફરતા શ્‍વાન ભુખ્‍યા ન રહે તે માટે સેવાભાવીઓ અને સેવાભાવી સંસ્‍થાઓ દ્વારા દુધ, બિસ્‍કીટ અને રોટલા ખવડાવવામાં આવે છે.

(12:58 pm IST)