Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

સાવરકુંડલામાં રાજકીય આગેવાનોનું પ્રતાપભાઇ ખુમાણના હસ્‍તે સન્‍માન

સાવરકુંડલા : અમરેલી તરફથી પીપાવાવ પોર્ટ, કોવાયા, રાજુલા, મહુવા તરફ જવા માટે સાવરકુંડલા શહેર ફરતે કરોડોના ખર્ચે નવનિર્મિત બાયપાસના લોકાર્પણ સમારોહમાં સૂર્યોદય ફાર્મ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કેન્‍દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલા, સાંસદ નારણભાઇ કાછડીયા, ધારાસભાના દંડક કૌશિક વેકરીયા, રાજુલા ધારાસભ્‍ય હીરાભાઇ સોલંકી, કુંડલા ધારાસભ્‍ય મહેશ કસવાળાનું સાવરકુંડલાની પ્રજા છેલ્લા ત્રીસ વર્ષથી જેની રાહ જોતી હતી, તે બાયપાસ ખુલ્લો મુકી, અમૂલ્‍ય ભેટ બદલ કુંડલા સ્‍ટેટ ખુમાણ પરિવારના પ્રતાપભાઇ ખુમાણ દ્વારા સાફો અને ફૂલોના ગુલદસ્‍તાથી અભિવાદન કરવામાં આવ્‍યું હતું.

(12:55 pm IST)