Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

ભાણવડની પરિણીતાને ત્રાસ

જામ ખંભાળિયા, તા. રર :  ભાણવડ તાલુકાના મોટા ગુંદા ગામે હાલ રહેતી અને અરજણભાઈ વાલજીભાઈ પરમારની પરિણીત પુત્રી નિર્મળાબેન રાહુલભાઈ ચૌહાણને તેણીના લગ્ન જીવન દરમિયાન  પડધરી તાલુકાના હડમતીયા ગામે રહેતા પતિ રાહુલ જયંતીભાઈ ચૌહાણ, સસરા જયંતીભાઈ દુદાભાઈ ચૌહાણ તેમજ સાસુ કમળાબેન જયંતીભાઈ ચૌહાણ દ્વારા અવારનવાર મેણા ટોણા મારી, ત્રાસ આપવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા ગુનો નોંધવામાં આવ્‍યો છે.

દ્વારકામાં વળદ્ધ ઈજાગ્રસ્‍ત

જામનગરના પુનિતનગર વિસ્‍તારમાં રહેતા કાધુભા દાનસંગભા જાડેજા નામના ૭૧ વર્ષના ગરાસીયા વળદ્ધ ગત તારીખ ૧૬ મીના રોજ દ્વારકામાં સુદામા સેતુની સામે આવેલા ઢાળિયા પાસે ઉભા હતા, ત્‍યારે એક ફોર વ્‍હીલર ચાલકે તેમને અડફેટે લઈ, ફ્રેકચર સહિતની ઈજાઓ કર્યાની તથા અકસ્‍માત સર્જીને નાસી છૂટયાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાઈ છે.

(2:30 pm IST)