Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

આજે વિશ્વ જળ દિવસ

(ભરત બારાઇ દ્વારા) ઓખા તા. ૨૨ : સંયુક્‍ત રાષ્‍ટ્ર દ્વારા ૧૯૯૨ના વર્ષમાં વિશ્વ જળ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્‍યું ત્‍યાર બાદ ૧૯૯૩ની ૨૨ માર્ચનો દિવસ વિશ્વ જળ દિવસ તરીકે મનાવવાનું શરૂ થયું.

મનુષ્‍ય દ્વારા સર્જેલા જોખમો અને પ્રદૂષણ તેમજ ગ્‍લોબલ ર્વોમિંગ ની ભયંકર અસરોને લીધે વસ્‍તી વધારાને લીધે પળથ્‍વી પર પીવા લાયક પાણીની અછત ખૂબ જ નજીકના ભવિષ્‍યમાં વર્તાય તેમ છે.

કુદરતની અનમોલ ભેટ એટલે કે જલ જે પ્રાકળતિક ઊર્જા આપણે બનાવી નથી શકતા માત્ર તેનો વિવેક પૂર્વક ઉપયોગ કરી તેને બચાવી શકીએ છીએ જેથી આપણી આવનારી પેઢીને પાણીની વિકટ સમસ્‍યામાં પસાર થવું ન પડે અને પાણીમાં પૈસા ખર્ચવા ન પડે. પળથ્‍વીનો દરેક જીવ જલ થકી જીવિત છે તો દેવો પણ જલાભિષેકથી નિખરે છે. આપણી કુટેવોને લીધે નજીકના ભવિષ્‍યમાં ભૂગર્ભજળ ભંડાર પણ ખલાસ થવાને આરે છે. ટપકતા નળ, કાગળ નો બગાડ, ફેક્‍ટરીઓ દ્વારા જલ પ્રદૂષણ, ઓફિસ ,શાળા અને ઘરમાં થતો પાણીનો બગાડ પર આપણે બ્રેક નહીં લગાવીએ તો પાણીની મોટી કિંમત ચૂકવવી પડશે એમાં કોઈ શંકાને સ્‍થાન નથી.

સૌર પરિવારનો ભૂરા રંગનો ગ્રહ એટલે પળથ્‍વી એકમાત્ર એવો ગ્રહ છે જ્‍યાં જીવન સંભવ છે માત્ર પાણીને લીધે. પળથ્‍વી પરના અન્‍ય જીવોની સરખામણીમાં મનુષ્‍ય જેવા બુદ્ધિશાળી જીવે બીજા સજીવોનું જીવન પણ જોખમમાં મૂકી દીધું છે પોતાના સ્‍વાર્થ માટે કુદરતી વસ્‍તુઓનો બગાડ કરીને.હવે સમય આવી ગયો છે કે કુદરતની જે અણમોલ ભેટ છે એનું જતન કરવાનું જેથી આપણી ભવિષ્‍યની પેઢીઓને અમળત સમાન જલ પ્રાપ્ત થતું રહે. એક સમયે જે પાણીના પરબ બંધાવતા હતા એ જ પાણી આજે બોટલમાં મોંઘા ભાવે વેચાતું થયું છે એનાથી વિશેષ કરુણતા શું હોઈ શકે.

તો ચાલો આજે પાણી મૂકીએ કે કુદરતની મહામૂલી દેન પાણીનો વિવેક પૂર્વક, કરકસર પૂર્વક ઉપયોગ કરીશું.

(1:42 pm IST)