Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

જામનગરના દરેડના આઘેડનો ગળાફાંસો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૨: દરેડ ગામે ગોકુલધામ સોસાયટી પહેલી શેરીમાં રહેતા કપીલભાઈ દિનેશભાઈ સાદીયા, ઉ.વ.ર૧ એ પંચ બી પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, મરણજનાર દિનેશભાઈ ભુરાભાઈ સાદીયા, ઉ.વ.પ૦ એ કોઈ અગમ્‍ય કારણોસર પોતે પોતાની જાતે છતના હુક ઉપર રસ્‍સા વડે ગળાફાંસો ખાઈ જતા ૧૦૮ ના ફરજ પરના ડોકટરે તપાસી મરણ થયેલ છે.

કારની ચોરી

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં દિગ્‍વીજયસિંહ ઉર્ફે દિગુભા દિલીપસિંહ કેર, ઉ.વ.૩૬, રે. મોઢા થાવરીયા ગામ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, પટેલ કોલોની શેરી નં.૯માં આવેલ જશપાલસિંહ મહેન્‍દ્રસિંહની જયરાજ એન્‍ટર પ્રાઈઝ નામની ઓફીસ સામે ફરીયાદીની હુન્‍ડાઈ કંપનીની ક્રેટા કાર જેની કિંમત રૂ.૧૧,પ૦,૦૦૦/- ની કોઈ અજાણ્‍યા ચોર ઈસમે ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

મોટરસાયકલ ચોરી

અહીં સીટી સી પોલીસ સ્‍ટેશનમાં જીતેન્‍દ્રભાઈ નટવરલાલ નડીયાપરા, ઉ.વ.૪૦, રે. મયુરનગર, વામ્‍બે આવાસ સામે, પ્રજાપતીની વાડી બાજુ વાળાએ ફરીયાદ નોંધાવી છે કે, ખંભાળીયા રોડ પર આવેલ સ્‍વામીનારાયણ મંદિર પાસે આવેલ રાધેક્રિષ્‍ના ફોરવ્‍હીલ ના વાડામાં ફરીયાદી જીતેન્‍દ્રભાઈએ પોતાનું હિરો હોન્‍ડા સ્‍પેલેન્‍ડર પ્‍લસ મોટરસાયકલ જેની કિંમત રૂ.ર૦,૦૦૦/- ની કોઈ અજાણ્‍યા ચોર ઈસમે ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

વર્લીમટકાના આંકડા લખતો ઝડપાયો

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. મહેન્‍દ્રભાઈ રમેશભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, કિશાનચોક, માલદેભુવનના ડેલા પાસે આરોપી અંકિતભાઈ ઉર્ફે કબુ કેતનભાઈ નંદા એ વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧,૦ર૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ફરજમાં રૂકાવટ કર્યાની રાવ

ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં પી.જી.વી.સી.એલ.ના નાયબ ઈજનેર રાકેશભાઈ કિશોરભાઈ ઠકરાર એ ફરીયાદ નોંધાવી છે કે, તા. જોડીયા-રાજકોટ રોડ, જૈન બોડીંગ લાલજીભાઈ કારાભાઈ પઢીયારના રહેણાક મકાને ફરીયાદી રાકેશભાઈ સરકારી કર્મચારી હોય અને પોતાના સ્‍ટાફ સાથે આરોપી કાનજીભાઈ લાલજીભાઈ પઢીયાર, ગોવિંદભાઈ લાલજીભાઈ પઢીયારના રહેણાક મકાનમાં વિજ કનેકશન કાપવા માટે અને વિજ મીટર જમા લેવાની કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગયેલ હોય તેની સાથે આરોપી કાનજીભાઈએ હાથમાં લાકડી ધારણ કરી તથા આરોપી ગોવિંદભાઈએ બંન્‍ને આરોપીઓએ ફરીયાદી રાકેશભાઈની ફરજમાં રૂકાવટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી એટ્રોસીટીની ખોટી ફરીયાદ કરવાની ધમકી આપી એકબીજાની મદદગારી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

ઈંગ્‍લીશ દારૂની ચાર બોટલ સાથે ઝડપાયો

પંચ એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. જયદીપસિંહ સુરેન્‍દ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, ખંભાલીડા ગામે બસ સ્‍ટેન્‍ડ પાસે આરોપી પરાક્રમસિંહ ઉર્ફે પકો જાડેજાએ પોતાના કબ્‍જાની વોલ્‍સવેગન પોલો જેની કિંમત રૂ.૧,૦૦,૦૦૦/- માં ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૪, કિંમત રૂ.૧૬૦૦/- તા બીયર ટીન નંગ-૬, કિંમત રૂ.૭ર૦/- તથા સેમસંગ કંપનીનો ગેલેકસી એ-પ૩ મોડલનો મોબાઈલ ફોન કિંમત રૂ.૧૦,૦૦૦/- મળી કુલ રૂ.૧,૧ર,૩ર૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

મોટરસાયકલનું હેન્‍ડલ ભટકાતા બઘડાટી

સિકકા પોલીસ સ્‍ટેશનમાં સુલતાન ઉમર ભાઈ બશર, ઉ.વ.૩ર, રે. રસુલનગર ગામ, મસ્‍જિદ પાસે બેડ, જિ.જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી સુલતાન તથા સાહેદ ને આરોપી મોરબ હુશેન, રે. જોડીયા ભુંગાવાળાએ તેના મોટરસાયકલનું હેન્‍ડલ ભટકારી તેમજ તેની સાથેના આરોપી કાસમ મામદભાઈ તથા જુનશ મામદભાઈ બારોયાએ ઢીકાપાટુ તથા લાકડીથી માર મારીને તે દરમ્‍યાન આરોપી ઈમ્‍તીયાઝ જાકુબભાઈ બારોયા તથા ઈરફાન જાકુબ બરોયાએ લાકડી લઈને આવી ફરીયાદી સુલતાન તથા  સાહેદને ઢીકાપાટુ તથા લાકડીથી મારવા લાગેલ અને ભુંડી ગાળો દેવા લાગેલ તે દરમીયાન આરોપી ફીરોજ જુશબ સુંભણીયાના, ઉમર મામદભાઈ બારોયા આવી ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને ફરીયાદી સુલતાન તથા સાહેદને ઈજા કરી એકબીજાને મદદગારી કરી ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે

(12:51 pm IST)