Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

જસદણમાં કારમાં વિદેશી દારૂ સાથે કિરણ મકવાણા પકડાયો

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૨૨ : શહેરના વીંછિયા  રોડ ઉપરથી જસદણ પોલીસ કારમાં વિદેશી દારૂના જથ્‍થા સાથે નીકળેલ શખ્‍સને ઝડપી લીધો હતો.

મળતી વિગતો મુજબ જસદણ પોલીસ.ઈન્‍સસ્‍પેક્‍ટર તપનભાઈ બી જાની  સ્‍ટાફ સાથે  વિંછીયા રોડ બાયપાસ પાસે  રાત્રે પેટ્રોલીંગમાં હતા તે  દરમ્‍યાન એ.એસ.આઈ. ભુરુભાઈ માલીવાડ, મહિપતભાઈ જાંબુકિયા,  અનિલભાઈ સરવૈયા, બળવંતભાઈ ડાભી સહિતના સ્‍ટાફે  લીલાપુરથી જસદણ તરફ આવતી અલ્‍ટો ગાડી નંબર જીજે ૧૦ એફ ૫૬૩૯માં તપાસ કરતા તેમાંથી ઇંગ્‍લિશ દારૂની બોટલ નંગ ૮૪ કિંમત રૂપિયા ૨૫,૨૦૦ તથા અલ્‍ટો કાર કિંમત રૂપિયા ૫૦,૦૦૦ અને મોબાઈલ ફોન નંગ ૧ રૂપિયા  ૫,૦૦૦ મળી કુલ રૂપિયા ૮૦,૨૦૦ નાં  મુદ્દામાલ  સાથે  કીરણ કલાભાઈ મકવાણા (ઉ. વ. ૨૭ ) રહે. ખડવાવડી તા.જસદણની ધરપકડ કરી હતી. ઇંગ્‍લિશ દારૂ કોની પાસેથી લીધો હતો અને કોને આપવાનો હતો તેમજ ઇંગલિશ દારૂનો વેપાર કેટલા સમયથી ચાલતો હતો વગેરે દિશામાં જસદણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:49 pm IST)