Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

અમરેલીના ઇશ્વરીયામાં મકાઇના રૂપિયા ન આપીને ૬.૭૮ લાખની છેતરપીંડી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. રર :.. અમરેલી તાલુકાના ઇશ્વરીયા ગામના સુરેશભાઇ ધીરૂભાઇ વામજા પાસેથી અમરેલી જીઆઇડીસી તેમજ યુપીમાંથી મુંબઇના અલઇમરાન ટ્રેડર્સના માલીક ઇમરાન અબ્‍બાસખાને મકાઇ ૩૩,૬૬પ કિલો રૂા. પ,૬૩,૩પ૦ તેમજ યુપીથી હૈદ્રાબાદ પહોંચવા ટ્રક ભાડાના રૂા. ૧,૧પ,૦૦૦ મળી કુલ રૂા. ૬,૭૮,૩પ૦ ની છેતરપીંડી કર્યાની અમરેલી સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

પશુઓ જપ્ત

સાવરકુંડલા બાયપાસ રોડ ઉપર ગોરડકાના સાગર બાઘાભાઇ પરમાર ટાટા ટેમ્‍પો જીજે-૦પ-એકસએકસ-૦૪૭૮ માં કોઇપણ જાતની પાસ પરમીટ વગર ૧૧ ભેંસ ભરીને પાણી કે ઘાસચારાની સગવડ ન રાખી ખેંચોખેંચ દોરડાથી ક્રુરતાપૂર્વક બાંધી નિકળતા એએસઆઇ મનસુખભાઇ સોલંકીએ ૧૧ ભેંસ અને ટેમ્‍પો મળી કુલ રૂા. ૪,૩૦,૦૦૦ નો મુદામાલ સાથે ઝડપી પાડયો હતો.

ધમકી

બાબરામાં ક્રિષ્‍નરાજભાઇ વનરાજભાઇ વાળા ઉ.૧૭ બાઇક લઇને જતા હતા ત્‍યારે સાંજના સમયે શાહ પેટ્રોલ પંપ પાસે છકડો રીક્ષા આડી નાખી રીક્ષાચાલક ત્રણે ગાળો બોલી પાઇપ અને ઢીકાપાટુ વડે માર માર્યાની બાબરા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. જયારે સામાપક્ષે ખોડાભાઇ વશરામભાઇ જોગરાણા રહે. અમરાપરાવાળાને ક્રિષ્‍નરાજવાળા, જયેશ વાઘેલા તેમજ બે અજાણ્‍યા શખ્‍સોએ પાઇપ અને ઢીકાપાટુ વડે માર મારી ધમકી આપ્‍યાની બાબરા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

(12:47 pm IST)