Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

મોરબીના રંગપર ગામે જાહેરમાં જુગાાર રમતા પાંચ પકડાયા

 (પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૨ : મોરબીના રંગપર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા પાંચ  પત્તાપ્રેમીઓને મોરબી તાલુકા પોલીસે ઝડપી લીધા હતા.

મળતી માહિતી મુજબ મોરબીના રંગપર ગામની સીમમાં જાહેરમાં જુગાર  રમતા કુલદીપ સૂરજનસિંહ ચૌહાણ, સંજીવસિંહ દશરથસિંહ રાજાવત, ઇસલમુદિન ઐજાજઅહેમદ અંસારી, શિવસિંહ રતીરામ ગૌતમ અને રાજેન્‍દ્ર સરમન રાણાને રોકડ રકમ રૂ.૨૩૪૦૦ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(2:29 pm IST)