Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

ગોંડલ લોહાણા મહાજનમાં હોદ્દેદારોની વરણીઃ પ્રમુખપદે ઉદ્યોગપતિ જગદીશભાઇ ગણાત્રા

ગોંડલ,તા.૨૨: ગોંડલમાં અત્રેના શ્રી લોહાણા મહાજન વાડી ખાતે સાધારણ સભાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ગોંડલ લોહાણા મહાજનના આગામી ૩ વર્ષ માટે પ્રમુખ- ઉપપ્રમુખ-મંત્રી - ટ્રેઝરર સહીત કારોબારી સદસ્‍યો ની વરણી કરવામાં આવી હતી. જેમાં શ્રી લોહાણા મહાજન પ્રમુખ તરીકે ગોંડલન અગ્રણી ઉદ્યોગપતિ અને વ્‍યાપારી એવા જગદીશભાઈ ગણાત્રાને પ્રમુખ તરીકેનો ચાર્જ સોંપાયો હતો. ઉપ પ્રમુખ તરીકે પ્રકાશભાઈ ઠકરાર અને જયેશભાઇ ભોજાણી, મંત્રી તારીકે સુનિલભાઈ ગઢીયા - અલ્‍પેશભાઈ જીવરાજની ખજાનચી અનિલભાઈ ગાદેશા, સહ ખજાનચી - હરિભાઈ સેજપાલ ઈ.ઓડિટર કૌશિકભાઈ પાવાગઢી અને ૩૧ કારોબારી અને ૫ આમંત્રિત કારોબારી સભ્‍યોની નિમણુંક કરવામાં આવેલ ઉપસ્‍થિત સૌ જ્ઞતિજનો મહાજનના પૂર્વ આગેવાનો દીપકભાઈ સોનપાલ, પ્રહલાદભાઈ પારેખ, રમેશભાઈ કારિયા, સહીતના આગેવાનો એ હર્ષભેર અવકારેલ હતા. મહાજનના નવા વરાયેલ પ્રમુખ જગદીશભાઈ ગણાત્રા એ તેમની આકાંક્ષા વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું હતું કે સમાજ કલ્‍યાણના વિવિધ કામો જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે સરસ્‍વતી સન્‍માન સમારોહ, સાંસ્‍કૃતિક કાર્યક્રમો, જલારામ જયંતીની વિશિષ્ટતાથી ઉજવણી તેમજ સમાજ ઉપયોગી કામો કરવા તેમની ટીમ તત્‍પર રહેશે.

(12:09 pm IST)