Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

ગોંડલના દેરડી (કુંભાજી)માં પૂ. ચૈતન્‍યદાસજી સ્‍વામીની સ્‍મૃતિમાં પ્રથમ વાર્ષિક પુણ્‍યતિથી ભાવવંદના મહોત્‍સવ

મોવિયાઃ ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામે, પૂજય શ્રી ચૈતન્‍યદાસજી સ્‍વામીની સ્‍મૃતિમાં વાર્ષિક પૂણ્‍યતિથી  ભાવવંદના મહોત્‍સવ ઉજવાયો હતો. આ મહોત્‍સવમાં વ્‍યાસપીઠ પર બિરાજી સરધાર નિવાસી પુજય શાષાી શ્રી પૂર્ણસ્‍વરૂપદાસજી સ્‍વામીએ પોતાના શ્રીમુખેથી નલકંઠવર્ણી ચરિત્ર અને શ્રીહરિ લીલામૃત કથાનું દિવ્‍ય રસપાન કરાવ્‍યું હતું. દેરડી કુંભાજી ગામે જન્‍મ ધારણ કરી ૮પ વર્ષ સુધી લોએજ ગામને પોતાની કર્મ ભૂમિ બનાવી અનેક હરિભકતોનું કલ્‍યાણ થાય એ માટે પોતાનું જીવન સ્‍વામિનારાયણ ભગવાનના સાધુ બની સંપ્રદાયમાં જીવન સમર્પિત કરી દીધું ૧૦૦ વર્ષની ઉંમરે પોતાના જીવનને ભગવાન શ્રીહરિના દિવ્‍યધામમા સમર્પણ કરી જીવનયાત્રાનો અંત આવ્‍યો હતો.  તો આ પ્રથમ વાર્ષિક પુણ્‍યતિથી નિમિત્તે સ્‍વામીજીના પૂર્વશ્રમના ભાણેજ પ્રવિણભાઇ જયંતીભાઇ સાવલિયા (હાલ અમેરીકામાં)માં રહી તથા રસિકભાઇ સાવલીયા પોતાના ગુરૂ સમાન પુજય  ચૈતન્‍યસ્‍વામીની યાદમાં આવુ દિવ્‍ય અને ભવ્‍ય ભાવવંદના મહોત્‍સવ ઉજવવાનો વિચાર આવ્‍યો આ તકે સ્‍વામી શ્રી ચૈતન્‍યદાસજીની કૃપાથી તથા સ્‍વામિનારાયણ ભગવાનના રૂડા આશિર્વાદથી આ મહોત્‍સવ દેરડી કુંભાજી ગામને આંગણે ઉજવાયો અને ખુબ રાજીપા સાથે આ દિવ્‍ય મહોત્‍સવ સફળ થયો હતો આ અવસરે ધામધામથી સંપ્રદાયના સંતોએ હાજરી આપી આ મહોત્‍સવને રૂડો બનાવ્‍યો હતો. સફળ બનાવવા પુજય ચૈતન્‍યસ્‍વામીના પૂર્વાશ્રમના પરિવાર બાલુભાઇ ગોપાલભાઇ દોંગા તથા વિઠ્ઠલભાઇ ગોપાલભાઇ દોંગા ભદ્રેશ પરેશ, શૈલેષ, સાગર, રવિ, કૌશિક, પંકજ, લાલજી અન્‍ય યુવાનો દ્વારા આ મહોત્‍સવને સફળ બનાવવામાં આવ્‍યો હતો. આ મહોત્‍સવ દરમિયાન કથાના મુખ્‍ય યજમાન પ્રવિણભાઇ જયંતીભાઇ સાવલિયા તથા રસિકભાઇ જયંતિભાઇ સાવલિયાનુ સન્‍માન કરાયું હતું (તસ્‍વીર, અહેવાલઃ અશોક પટેલ-મોવિયા)

(12:06 pm IST)