Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

પોરબંદરના રઘુવંશી સમાજનું ગૌરવ ડો.દક્ષ બુધ્‍ધદેવ

પોરબંદર, તા., રરઃ લોહાણા મહાજનના ટ્રસ્‍ટી હરસુખલાલ નથુભાઇ બુધ્‍ધદેવના પૌત્ર ડો.દક્ષ હેમાંશુ બુધ્‍ધદેવએ તાજેતરમાં લેવાયેલ નીટ પરીક્ષામાં ૬૩૪/૮૦૦ માર્કસ મેળવી ઓલ ઇન્‍ડીયા પીજી નીટ જેમાં ર,૦૮,૦૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ તેમાંથી ૭૮૪ રેન્‍ક મેળવી સફળતા હાંસલ કરીને રઘુવંશી સમાજનું ગૌરવ વધારેલ છે.

રઘુવંશી સમાજના આ તેજસ્‍વી યુવાને દેશમાંથી ર,૮૦૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્‍યા હતા જેમાંથી ૭૮૪ મો રેન્‍ક મેળવી બુધ્‍ધદેવ પરીવારનું ગૌરવ વધારેલ છે.

(12:02 pm IST)