Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

મોરબી : ધોરણ ૧૨માં ૯૭ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા

મોરબી તા ૨૨ : મોરબી જીલ્લામાં  ધોરણ ૧૨ સામાન્‍ય પ્રવાહ અને સંસ્‍કળત મધ્‍યમાંના પેપર લેવામાં આવ્‍યા હતા. જેમાં જીલ્લામાં કુલ ૯૭ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

ધોરણ ૧૨માં  મોરબી જીલ્લામાં અંગ્રેજી વિષયના પેપરમાં ૯૧ વિદ્યાર્થીઓ, અનિવાર્ય કાવ્‍યમ વિષયના પેપરમાં ૦૧ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા જયારે કુલ ૭૬૭૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તે ઉપરાંત સામાન્‍ય પ્રવાહ સંગીત વિષયના પેપરમાં ૦૫ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને ૧૦૦૧ વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી.

(11:55 am IST)