Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

સાયન્‍ટિફિક તપાસ, પ્રત્‍યક્ષ, પરોક્ષ મેડિકલ સહિત પુરાવાની કડીઓ સાથે ધારદાર દલીલોની સાંકળ ગુથાતા આજીવન કેદ, દંડની સજા સુધી આરોપીને દોરી ગઈ

દેવ ભૂમિ દ્વારકાના ડીવાયએસપી સમીર સારડા સૌરાષ્ટ્રમાં ચકચારી બનેલ બન્ને કેસોની સફળતા અંગે રસપ્રદ વિગતો ‘‘અકિલા'' સમક્ષ વર્ણવે છે.

  રાજકોટ તા.૨૨: ઓખા મંડળના મીઠાપુર પંથકમાં એક તરુણ પર્‌ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્‍ય કરવાના મામલે સરકારી વકીલની ધારદાર દલીલો સાથે જેમની સાયન્‍ટિક ઢબની તપાસ જેવી કે એફએસએલ ચકાસણી, મેડિકલ તપાસણી, સ્‍થળ પંચનામા અને મજબૂત સાયનોગિક પુરાવા તરીકે પ્રત્‍યક્ષ અને સાયનીગિક પુરાવાની કડીઓ જોડી અને આરોપીનું હેતુ સાબિત કરી તે આધારે મજબૂત દલીલ સરકારી વકીલ દ્વારા કરવામાં આવે તેવી મજબૂત પુષ્ટ ભુ ડીવાયએસપી સમીર સારડા ટીમ દ્વારા ખંભાળિયામા યુવતી ઉપર દુષ્‍કર્મ તથા એટોસિટી કેસમાં પણ થવાના કારણે આરોપિને આજીવન કેદ ની સજા થવા પામી છે, સમીર સારડા ટીમ ઉપર સર્વત્ર અભિનંદન સાથે દ્વારકા એસપી અને રાજકોટ રેન્‍જ આઇજી  દ્વારા પણ અભિનંદન આપવામાં આવ્‍યા છે, તો ચાલો મેજિસ્‍ટ્રેટ સમક્ષ નિવેદન લેવાની જાગૃતિ જેવા આ કેસની વિગતથી વાકેફ થઇએ.

ખંભાળિયાના જીતુ બાબુભાઈ નામના યુવાન પર્‌ ૧૯ વર્ષની યુવતી પર સાફ સફાઈ કામ સબ્‍બ બોલાવી ડેલી બંધ કરી દુષ્‍કર્મના આરોપસરની ફરિયાદ દાખલ થયેલ.આ અંગેનો કેસ અહીંની સ્‍પેશિયલ સેશન્‍સ કોર્ટમાં ચાલી જતા આ પ્રકરણમાં કુલ ૧૫ સાક્ષીઓની તપાસ તેમજ ફરિયાદી-ભોગ બનનાર, મેડીકલ ઓફીસર વિગેરેની જુબાની તથા એફ.એસ.એલ.ના પૃથ્‍થકરણના અહેવાલો સાથે અહીંના જિલ્‍લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા અદાલત, સમક્ષ રજુ કરવામાં આવેલી દલીલોને ગ્રાહય રાખી અદાલતે આરોપી જીતેન્‍દ્ર ઉર્ફે જીતુ બાબુભાઇ લગધીરીયાને તકસીરવાન ઠેરવી જુદા-જુદા ગુનાઓના આજીવન કેદ તથા રૂપિયા ૨૦,૦૦૦નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્‍યો છે.

 

(11:52 am IST)