Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

કચ્‍છના જખૌ બંદરે ગાંજાની હાટડી માંડનાર બેડી બંદર જામનગરનો શખ્‍સ ઝડપાયો

ભુજ, તા.૨૨: કચ્‍છમાં જખૌ બંદરે ખુલ્લેઆમ ગાંજો વેચનાર શખ્‍સને પશ્‍ચિમ કચ્‍છ એસઓજી પોલીસે ઝડપી પાડ્‍યો છે. પી.આઇ. વી.વી. ભોલા અને ટીમે મૂળ માધાપર ભુંગા, બેડી બંદર જામનગરના શખ્‍સ સાલેમામદ અલારખા જસરાયાને ૭૩૪ ગ્રામ ગાંજો કી. રૂ. ૭૩૪૦ નાની પ્‍લાસ્‍ટિક થેલીઓ તેમ જ કાંટા સાથે ઝડપી લીધો હતો. અહીં માછીમારો ની વસાહતની ઝૂપડપટ્ટી માં આ શખ્‍સ ઓરડીમાં હાટડી માંડી ખુલ્લેઆમ કેફી દ્રવ્‍યોનું વેંચાણ કરતો હતો.

(11:42 am IST)