Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

કમોસમી વરસાદથી કેરી, ઘઉં, જીરૂના પાકમાં ભારે નુકશાન

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં એક જ દિવસમાં ત્રણ ઋતુનો અનુભવ : સવારે ઠંડક, બપોરે ગરમી, સાંજે વરસાદ

પ્રથમ તસ્‍વીરમાં ગોંડલ, બીજી તસ્‍વીરમાં બગસરા તથા ત્રીજી તસ્‍વીરમાં ચોટીલા પંથકમાં પડેલ વરસાદ નજરે પડે છે. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ, હેમલ શાહ-ચોટીલા, સમીર વિરાણી-બગસરા)

રાજકોટ, તા., ૨૨ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કમોસમી વરસાદથી કેરી, ઘઉં, જીરૂ સહીતના પાકને ભારે નુકશાન થતા ખેડુતોની માઠી બેઠી છે.

દરરોજ એક જ દિવસમાં એક સાથે ત્રણ ઋતુનો  અહેસાસ થાય છે. જેમાં સવારે ઠંડક, બપોરે ગરમી અને સાંજે વરસાદ પડે છે.

ગોંડલ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ :  કમોસી વરસાદની શરૂ થયેલી સીઝનમાં ગોંડલ પંથકમાં સતત ત્રીજા દિવસે પણ મેઘસવારી યથાવત રહી છે. આજે બપોરે પલટાયેલા વાતાવરણ વચ્‍ચે ગોંડલ, કોલીથડ, હડમતાળ, પાટીયાળી, વેજાગામાં, પાંચીયાવદર, સેમળામાં ગાજવીજ સાથે અડધો થીલ લઇ એક ઇંચ વરસાદ વરસ્‍યો છે.

બગસરા

(સમીરવિરાણી દ્વારા) પંથકમાં બપોર બાદ અસંખ્‍યા બફારો થતા વરસાદી માહોલ છવાયો હતો માવઠું થતા સગમ્ર બગસરા તાલુકામાં પાણી ફરી વળ્‍યા હતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો હતો તેમજ આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ વરસાદી માહોલ છવાયો હતો બગસરા પંથકમાં મેન બજાર વિજય ચોક ગોંડલીયા ચોક સ્‍ટેશન રોડ ખાડીયા વિસ્‍તાર શાકમાર્કેટ સહિત વિસ્‍તારોમાં પાણી ફરી વળ્‍યા હતા.

ચોટીલા

(હેમલ શાહ દ્વારા) ચોટીલા : ચોટીલા પંથકમાં છેલ્લા પાચ દિવસથી કમોસમી માવઠારૂપી વાતાવરણ છવાયેલું છે મંગળવારના મોડી સાંજે વિસ્‍તારમાં ચોથો રાઉન્‍ડ માવઠાનો વરસ્‍યો છે.

વિસ્‍તારમાં દરરોજ બપોર બાદ માવઠાનાં વરસાદ ને કારણે ખેડૂતોનાં ઉભા પાક ને મોટુ નુકશાન થયાની બૂમરેણ ઉઠી છે અને સરકાર દ્વારા તાત્‍કાલિક સર્વે હાથ ધરી વળતર અપાય તેવી માંગ જગતાત દ્વારા કરવામાં આવી છે.

મંગળવારની સાંજે પણ અનેક વિસ્‍તારોમાં વરસાદ પડેલ છે જેમા મોલડી, ચાણપા, જાનીવડલા, પીપળીયા, ડોસલીધુના સહિતના ગામડાઓમાં વિજળીના કડાકા ભડાકા સાથે જાણે કમોસમે અષાઢી માહોલ સર્જેલ અને માવઠાનો વરસાદ વરસે છે તો ઠાંગા પંથકનાં અનેક વિસ્‍તારોમાં બરફના કરા પણ પડ્‍યા હતા

ખેડૂતોનાં જણાવ્‍યા મુજબ જીરૂ, ઘઉ, લસણ અને ડુંગળી જેવા પાકોને મોટા પ્રમાણમાં ઉભા છે જેઓને મોટી નુકશાની છે.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૧.પ , મહતમ તાપમાન ૩૧.પ, ભેજનું પ્રમાણ ૮૦ ટકા, પવનની ગતી ૪.પ કિ.મી. રહી હતી.

(11:42 am IST)