Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

ઓખા શ્રીકૃષ્‍ણ પાંજરાપોળમાં ગાયો માટે પૌષ્‍ટિક લાડવા બનાવાયા

ઓખા : ઓખા ખાતે શ્રી કૃષ્‍ણ પાંજરાપોળમાં ગાયો માટે પૌષ્ટિક લાડવા બનાવવામાં આવેલ.ઓખાના વેપારી અગ્રણી જીવણદાસ તુલસીદાસ થોભાણી તથા મનસુખલાલ કરસનદાસ થોભાણી દ્વારા સંયુક્‍ત રીતે શ્રીમદ ભાગવત સપ્તાહનુ આયોજન કરવામાં આવેલ જેમની પૂર્વ સંધ્‍યાએ ઓખા શ્રીકૃષ્‍ણ પાંજરાપોળ ગૌશાળા માં પૌષ્ટિક લાડવા બનાવી ગૌ માતાને ખવડાવવામાં આવેલ. જે લાડવા બનાવવા માટે બનાવવા માટે ભુસ્‍સો,તેલ,ગોળ નું પાણી,અજમા,દેશી ઘી,દવા માંથી લાડવા બનાવા માં આવેલ આ લાડવા થી ગાયોને રોગપ્રતિકારક શક્‍તિમાં વધારો થાય છે શ્રીમદ ભાગવત સપ્તાહની પૂર્વ સંધ્‍યા એ પુરાણોમાં ઋષિમુનિઓ દ્વારા પણ ઉલ્લેખ કરવામાં આવે છે કે સત્‍કાર્યની પૂર્વએ ગૌ માતાની સેવા ફળદાય ગ્રુપ નીવડે છે.આ સતકાર્યમાં થોભાણી પરિવારના યુવાનો તેમજ ઓખાના દરેક મંડળના યુવાનો જોડાયા હતા. (તસ્‍વીર-અહેવાલઃ ભરત બારાઇ -ઓખા)

(12:14 pm IST)