Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

કચ્‍છમાં માતાના મઢ શ્રી આશાપુરા માતાજીના સાનિધ્‍યમાં ચૈત્રી નવરાત્રી પર્વની ઉજવણી

કચ્‍છના યાત્રાધામ માતાના મઢ ખાતે શ્રી આશાપુરા માતાજીના સાનિધ્‍યમાં ચૈત્રી નવરાત્રી ઉજવણીનો પ્રારંભ થયો છે. માતાના  મઢ કચ્‍છ ખાતે કાલે મંગળવારે રાત્રીના ૮.૩૦ કલાકે ઘટસ્‍થાપન વિધિ રામબાવા યોગેન્‍દ્રસિંહ તેમજ ટ્રસ્‍ટીગણ માઇ ભકતોની ઉપસ્‍થિતીમાં થઇ હતી. માતાજીના ગરબા, શ્‍લોક, સ્‍તુતિ દ્વારા ચૈત્રી નવરાત્રી પ્રારંભ થયેલ વાતાવરણ ભકિત મય બની ગયું છે.  (તસ્‍વીર - અહેવાલ : વિનોદ ગાલા (ભુજ), વિનોદભાઇ પોપટ (રાજકોટ) તસ્‍વીર : ધીરજ સ્‍ટોર્સ માતાના મઢ કચ્‍છ)

(11:40 am IST)