Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

સોમનાથ-કોડીનાર વચ્‍ચે નવી કોમર્શિયલ રેલ્‍વેલાઇનનો વિરોધ : સુત્રાપાડાના પ્રશ્‍નાવડામાં ખેડૂતોની બેઠક મળી

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડા,તા. ૨૨ : સોમનાથ થી કોડીનાર નવી કોમર્શિયલ રેલ લાઇનનો વિરોધ સુત્રાપાડાના પ્રશ્નાવડા ખાતે ખેડૂતોની બેઠક મળી હતી. નવી રેલવે લાઈનમાં વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર ત્રણ તાલુકાના ૧૯ ગામોના ૧૧૦૦ ખેડૂતોની જમીન થશે સંપાદિત થશે. જેમાં ૪૫૦ ખેડૂતો તો ખેડૂત ખાતેદાર જ મટી જશે. અનેક ખેડૂતો જમીન વિહોણા પણ બનશે.

ખેડૂત એકતા મંચના નેતા સાગર રબારી ઉપસ્‍થિત રહ્યા હતા. માત્ર ઔદ્યોગિક એકમોના ફાયદા માટે સેંકડો ખેડૂતોની ફળદ્રુપ જમીનનો ભોગ લેવાશે તેવો ખેડૂતોનો આક્રોશ. વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર તાલુકાના સેંકડો ખેડૂતો અસરગ્રસ્‍ત. છેલ્લા ઘણા વર્ષો થી ચાલી રહ્યો છે વિવાદ. રેલવે બોર્ડ દ્વારા સમયાંતરે સર્વે ની કામગીરી કરતા ખેડૂતોમાં રોષ. જાન દેન્‍ગે પર જમીન નહીં દેન્‍ગેના દ્રઢ નીર્ધાર સાથે ખેડૂતો લડાયક મૂળમાં. ખેડૂતો દ્વારા નવી રેલવે લાઈનના બદલે હયાત મીટર ગેજ લાઈનને રૂપાંતરિત કરવા માંગ કરવામાં આવી છે.

લાંબા સમયથી ચાલી રહ્યો છે. વિવાદ જેમાં ખેડૂતો કોઈ પણ ભોગે રેલવે લાઈનના નાખવા દેવા મક્કમ જણાઈ રહ્યા છે.

(11:39 am IST)