Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

ઉપલેટામાં દરજી યુવાનનો આપઘાત

ઉપલેટા, તા. રર :  સ્‍વામિનારાયણ સોસાયટીમાં રહેતા ભરતભાઈ વેલજીભાઈ ભુંડિયા ઉંમર વર્ષ ૫૩ વાળાએ કોલકી રોડ ઉપર રૂપેશભાઈ કાનાભાઈ મકવાણા ની વાડીએ ઝાડ ઉપર ગળાફાંસો ખાઈને આપઘાત કરતા તેમનું મોત થયેલ છે  મરનારની ડેડબોડી ઉપલેટા કોટેજ હોસ્‍પિટલમાં આવતા પોલીસ જમાદાર પ્રતિપાલસિંહએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.

ભાયાવદરમાં સીમમાં જાહેરમાં જુગાર રમતા પાંચની ધરપકડ    

 ભાયાવદર ગામની સીમમાં પટેલ અનિલ ઉર્ફે જગો ચંદુભાઈ માકડીયા ની વાડીની ઓરડી પાસે જાહેરમાં જુગાર રમતા મુકેશ પ્રેમજી કટારીયા અનિલ ઉર્ફે જગો ચંદુભાઈ માકડીયા અસલમ માજોઠીયા અને જગદીશસિંહ ચુડાસમા રે બધા ભાયાવદર વાળા ને ?૧૦,૨૪૦ ના મુદ્દા માલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ હતી

(12:14 pm IST)