Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

કાલે સરધાર ખાતે સિંહમોઇ માતાજીના મંદિરે ચૈત્રી બીજ મહોત્‍સવ ઉજવાશે

માતાજીની ભાવ વંદના : યજ્ઞઃ આરતી : મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો

રાજકોટ,તા. ૨૨ : રાજકોટ તાલુકાના સરધાર ગામે આઇ શ્રી સિંહમોઇ (જીવણી) માતાજીના મંદિરના પરિસરમાં તા. ૨૩/૩/૨૩ને ગુરુવારના શુભ દિને સવારે ૮ થી ૧ કલાક દરમ્‍યાન ચૈત્રી બીજ મહોત્‍સવનું આયોજન કરવામાં આવેલ છે.

આ ચૈત્રીબીજ મહોત્‍સવ સમગ્ર આયોજનના દાતા ગઢવી શ્રી વિનોદભાઇ ધનરાજભાઇ નૈયા (નવાગઢ-જેતપુર) છે. આ પ્રસંગે સવારે ૮ કલાકે માતાજીની આરતી, ૮: ૩૦ થી ૧૨ :૩૦ યજ્ઞ, ૯ થી ૧૨ કલાક દરમ્‍યાન ચારણ સમાજના લોકગાયકો દ્વારા માતાજીની ભાવ વંદના તેમજ બપોરે ૧૨ :૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરેલ છે. આ પ્રસંગને સફળ બનાવવા માટે સિંહમોય ચેરીટેબલ ટ્રસ્‍ટ-સરધાર, સમગ્ર નૈયા પરીવારના યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.

આ પ્રસંગમાં ચારણ સમાજના તમામ જ્ઞાતિબંધુઓ, ચારણ (ગઢવી) સમાજની તમામ સંસ્‍થાઓના હોદેદારો તેમજ ટ્રસ્‍ટીઓ અને માતાજીના ઉપાસકોને પધારવા ભાવભર્યું આમંત્રણ છે.ચૈત્રીબીજ મહોત્‍સવના આયોજનની સફળતા માટે સિંહમોય ચેરીટેબલ ટ્રસ્‍ટના મુકેશભાઇ નૈયા (મો. ૯૮૭૯૯ ૪૯૭૧૧) તથા તેની ટીમ સતત પ્રયત્‍નશીલ છે.

(11:07 am IST)