Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

માધવપુરના મેળામાં ગોંડલ તાલુકાના સંતો મહંતો વૈષ્‍ણવાચાર્યો ભાગ લેશે

તાલુકા સેવા સદનના અધીકારીઓને વિશેષ જવાબદારીઃ બેઠક યોજાઇ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૨૨: માધવપુરના મેળામાં સંતો મહંતો અને પુષ્ટિ માર્ગીય વૈષ્‍ણવ હવેલીઓ ના વૈષ્‍ણવાઆચાર્યો અને સેવકો ભાગ લેનાર હોય આ માટે વહીવટી તંત્ર દ્વારા  એસટી બસ ની વીશેષ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. આ અંગે  તાલુકા સેવા સદન ખાતે ડે. કલેકટર રાજેશ કુમાર આલ  એ સંતો મહંતો સાથે પરીસંવાદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્‍યું હતું. ત્રીપાખ સંતો મહંતો વતી,  સંત સમીતીના પ્રમુખ શ્રી તેમજ ગુરુ વંદના મંચ ના ધર્માચાર્ય અલ્‍પેશ બાપુ, સંતશ્રી ખીમદાસ બાપુ ચૈતન્‍ય સમાધિ મંદિર વડવાળી જગ્‍યાના  મહંત શ્રી ભરતબાપુએ તમામ અધિકારીઓને ફુલહાર પહેરાવી આશીર્વાદ પાઠવ્‍યા હતા. આ વર્ષે માધવપુરના મેળાનુ આયોજન ૩૦માર્ચથી ૩ એપ્રીલ સુધી કરવામાં આવ્‍યું છે. આ વર્ષે મેળા ના આયોજન અંગેની  રુપરેખા અને  મેળાની તમામ વ્‍યવસ્‍થા અંગે ની પી.પી.ટી ના માધ્‍યમ થી વિસ્‍તળત ચર્ચા કરાઇ હતી. આ મેળા માટે ગોંડલ તાલુકાના  સાધુ સંતો મહંતો વૈષ્‍ણવ સંપ્રદાય કળષ્‍ણપંથી ભકતો માટે અનેક એસટી બસો ફાળવવામાં આવી છે. ફુડ પેકેટ પાણી જેવી અનેક વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવશે. આ બેઠકમાં મામલતદાર કે.વી નકુમ, મામલતદાર શ્રી ચાવડા સાહેબ, અનેનાયબ મામલતદાર યસાપાલસીહ ગોહિલ તેમજ નગરપાલિકા કારોબારી ચેરમેન શ્રી ઓમદેવસીહ જાડેજા તેમજ ગોંડલ તાલુકાની નામાંકિત જગ્‍યાઓના પુજનીય સંતો મહંતોમાં હરદતપરી બાપુની જગ્‍યાના મનસુખપરીબાપુ, સુરેશપરી બાપુ, ચંદુ બાપુ મામા દેવ મંદિર, રામબાપુ લાલદાસબાપુની જગ્‍યા, રમેશાનંદબાપુ મેલડી માતાજી મંદિર  હવેલીના વૈષ્‍ણવાચાર્યો ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.

(10:48 am IST)