Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

ભાવનગરમાં કોરોનાના ૩ કેસ અને H3N2નો ૧ કેસ નોંધાયો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૨: ભાવનગરમાં માવઠાની સાથે વાયરલ રોગચારાની સિઝન પણશરૂ થઈ ગઈ છે. આજે ભાવનગર શહેરમાં કોરોનાના ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્‍યારે સ્‍વાઇન ફ્‌લુ H3N2નો એક કેસ નોંધાવાયો છે.

ભાવનગર શહેરના ઘોઘા જકાતનાકા વિસ્‍તારમાં રહેતી  ૫૩ વર્ષીય મહિલા અને ફૂલવાડી ચોકમાં રહેતી ૪૩ વર્ષે મહિલા તેમજ પાનવાડી વિસ્‍તારમાં રહેતા ૬૯ વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. જ્‍યારે શહેરના લીલા સર્કલ વિસ્‍તારમાં રહેતી ૬૯ વર્ષે મહિલાનો રિપોર્ટ સ્‍વાઈન ફ્‌લૂ H3N2 પોઝિટિવ આવેલ છે.

આ સાથે ભાવનગર શહેરમાં કોરોનાના એક્‍ટિવ દર્દીઓની સંખ્‍યા ૧૯ એ પહોંચી છે. જ્‍યારે સ્‍વાઈન ફ્‌લૂના એક્‍ટિવ દર્દીઓ  ૩ થયા છે.

(10:45 am IST)