Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

જામકંડોરણામાં હોમગાર્ડ કમાન્‍ડન્‍ટનો વિદાય સમારંભ

જામકંડોરણા : હોમગાર્ડ યુનિટના ઓફીસર કમાન્‍ડન્‍ટ શૈલેષભાઇ વ્‍યાસ વય મર્યાદાને કારણે નિવૃત થતા તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે જામકંડોરણા પી.એસ.આઇ ડોડીયા સાહેબે સન્‍માન પત્ર આપી તેમજ માજી કમાન્‍ડન્‍ટ ડો.જી. એચ.મહેતા, નરેન્‍દ્રભાઇ સંપટ અને મુકિતભાઇ કોઠારીએ શાલ તેમજ પુષ્‍પહારથી સન્‍માનિત કર્યા હતા. પી.એસ.આઇ ડોડીયા સાહેબ તેમજ ઉપસ્‍થિ સૌ. યુનિટના ભાઇઓએ નિવૃત થયેલ શૈલેષભાઇ વ્‍યાસની દળમાં ૩૩ વર્ષની સેવાને બિરદાવી અભિનંદન પાઠવ્‍યા હતા. કાર્યક્રમનં સંચાલન ઓફીસર કમાન્‍ડન્‍ટ ડી.સી.વ્‍યાસ અને નરેન્‍દ્ર ભટે કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે યુનિટના રજાક બ્‍લોચ, ગૌરવગીરી અપારનાથી, સાગરગીરી અપારનાથી અને હસમુખ ચુડાસમાએ જહેમત ઉઠાવી હતી. (તસ્‍વીર-અહેવાલ : મનસુખ બાલધા-જામકંડોરણા)

(10:20 am IST)