Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

આટકોટની જૂના પીપળીયા પ્રાથમિક શાળામાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી

આટકોટ : જુનાપીપળીયા તા.શાળા અને અવતાર ચેરીટેબલ ટ્રસ્‍ટ-જસદણના સંયુક્‍ત ઉપક્રમે ‘ વિશ્વ ચકલી દિવસ'ની ઉજવણી કરવામાં આવી.જેમાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને બર્ડ ફીડર,ચકલીના માળા અને માટીના પક્ષી પરબની કુલ ૧૨૦ જેટલી કીટનું રાહત દરે વિતરણ કરવામાં આવ્‍યું. જેમાં સમગ્ર કીટની અટધી રકમ શાળાના શિક્ષકો-શૈલેષભાઈ ફાસરા,આશિષભાઈ રામાણી, મનીષભાઈ કચ્‍છી,વિજલબેન માવાણી તરફથી આપવામાં આવી.તેમજ વેસ્‍ટ બોક્ષ(ખોખા) માંથી ચકલીના માળા બનાવીને પણ દરેકના ઘરે,શાળામાં અને વાડી વિસ્‍તારમાં લગાવવામાં આવ્‍યાં.બાળપણથી જ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ અને સજીવસળષ્ટિ પ્રત્‍યે પ્રેમભાવ કેળવાય તેમજ પોતાની જવાબદારી સમજી શકે અને તેને અનુરૂપ પ્રવળત્તિઓમાં હોશેં હોશેં ભાગ લઈ શિક્ષણની સાથે-સાથે કંઈક નવું કરી પોતાની ફરજો અદા કરી શકે તેવા હેતુથી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્‍યું. અને આ ઉજવણીમા ભાગ લેનાર બાળકોને બીરદાવવામાં પણ આવ્‍યાં. વિદ્યાર્થીઓના વાલીઓ પણ ગામ લોકો પણ ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. તેઓ પણ ચકલી બચાવો અભિયાનમાં જોડાયા હતા.(તસ્‍વીર-અહેવાલ : કરશન બામટા આટકોટ)

(10:05 am IST)