Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

દામનગરમાં સગર્ભા કેમ્‍પ યોજાયો

દામનગર : દામનગર સબ સેન્‍ટર ખાતે સગર્ભા કેમ્‍પનું આયોજન થયું હતું. તાલુકા બ્‍લોક હેલ્‍થ ઓફિસર અને જરખીયા પીએસી કેન્‍દ્ર ડો. મુકેશ સિંહ તેમજ ગાયનેકોલોજીસ્‍ટ ડો. યોગેશ રાખોલીયા દ્વારા ૧૦૩ સગર્ભા-ધાત્રી બહેનોની તપાસ દવા લેબોટરી હેલ્‍થ ચેકઅપ વિના મૂલ્‍યે કરાયું હતું. ડો મુકેશ સિંહ દ્વારા સગર્ભા બહેનોના આરોગ્‍ય શિક્ષણથી અવગત કરાયા હતા. આ કેમ્‍પમાં ડો. ઉર્વશીબેન મુલાણી તથા દામનગર આરોગ્‍ય સ્‍ટાફ પી. બી. ભટ્ટી, રાજ દીક્ષિત, પડાયા પૂર્વીબેન, રિનાબેન પટેલ, દિગ્‍ગના, ગૌતમ બોરડ, નેહલ રાઠોડ તથા દામનગર શહેરના તમામ આશા વર્કર બહેનો અને ખીલખીલાટ સ્‍ટાફ સહિત સૌથી વધુ સગર્ભા બહેનોને લાવવા માટે ગીતાબેન ગોહિલ, જાગળતિબેન ચૌહાણને પ્રોત્‍સાહિત ભેટથી સન્‍માનિત કરાયા હતા.(તસ્‍વીર-અહેવાલ : કરશન બામટા આટકોટ)

(10:04 am IST)