Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

સુત્રાપાડાના પ્રાસલી માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી શરૂ

સુત્રાપાડા : સુત્રાપાડા તાલુકાના APMCના પ્રાસલી માર્કેટ યાર્ડમાં સરકાર દ્વારા જાહેર કરેલ ચણાના ટેકાના ભાવ ૨૦ કિલોના રૂ ૧૦૬૭થી સરકારની જાહેર કરેલ એજન્‍સી ગુજકોમાસોલ દ્વારા ખરીદી સેન્‍ટર ચાલુ કરેલ છે અને ખરીદીનો શુભારંભ સંસ્‍થાના ચેરમેન દિલીપભાઈ જસભાઈ બારડ તેમજ ડાયરેકટર  સૈલેન્‍દ્રસિંહભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવેલ છે. આ પ્રસંગે ડાયરેકટર પ્રતાપભાઈ પરમાર તેમજ ગુજકોમાસોલના અધિકારીઓ તેમજ APMC સુત્રાપાડાના ઇન. સેક્રેટરી શૈલેષભાઈ બારડ જેવા અધિકારીઓ અને ખેડૂત અગ્રણીઓ વગેરે હાજર હતા અને સંસ્‍થાના ચેરમેનએ જણાવેલ કે ઓપન માર્કેટમાં ચણાના ભાવ નીચા હોય ટેકાના ભાવમાં અંદાજે રૂ૨૫૦૦ થી ૩૦૦૦ ફેર પડતો હોય જેથી ખેડૂત ભાઈઓને સરકારી ખરીદીમાં વેચાણ કરવાનું જણાવેલ છે.(તસ્‍વીર-અહેવાલ : રામસિંહ મોરી સુત્રાપાડા)

(10:03 am IST)