Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

મેંદરડા દિવ્‍યાંગોની સંસ્‍થાની મુલાકાતે રાજગોર મહિલા મંડળ

મેંદરડા : મેંદરડા ખાતે શ્રીજી દિવ્‍યાંગ ચેરીટેબલ ટ્રસ્‍ટ સમઢીયાળગીર સંચાલિત દિવ્‍યાંગોની સંસ્‍થા કાર્યરત છે. જેની જૂનાગઢ રાજગોર બ્રાહ્મણ મહિલા મંડળના બહેનોએ મુલાકાત લીધી હતી. દિવ્‍યાંગ બાળકોને ભોજન પણ કરાવ્‍યું હતું.અને આ સંસ્‍થાના સંચાલક કૌશિકભાઇ જોષી તથા પ્રવિણાબેનનો આભાર વ્‍યકત કર્યો હતો. અને તેમની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી.

(10:00 am IST)