Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

મોરબીમાં ચોરીના ગુનામાં છેલ્લા ૧૧ વર્ષથી ફરાર મહિલાને એસ.ઓ.જી. ટીમે શનાળા બાયપાસ ચોકડી નજીકથી ઝડપી

મહીલા આરોપી મરીયમની અટકાયત: મહિલા આરોપી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં સોપવા તજવીજ

મોરબીમાં ચોરીના ગુનામાં છેલ્લા ૧૧ વર્ષથી ફરાર મહિલાને એસ.ઓ.જી. ટીમે શનાળા બાયપાસ ચોકડી નજીકથી ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

એસઓજી ટીમને બાતમી મળી હતી કે, મોરબીમાં ચોરીના ગુનામાં છેલ્લા ૧૧ વર્ષથી ફરાર મરીયમ ઉર્ફે રેશમા હાજીભાઇ સમા શનાળા બાયપાસ ચોકડી પાસે હોય જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચીને મહીલા આરોપી મરીયમની અટકાયત કરી હતી અને મહિલા આરોપી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં સોપવા તજવીજ હાથ ધરી છે.

(11:51 pm IST)