Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

અમરેલી જીલ્લામાં દારૂ પીધેલ હાલતમાં ૨૯ શખ્‍સો ઝડપાયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા.૨૨: જિલ્લા પોલીસ વડા નિર્લીપ્‍ત રાયની સુચના અને માર્ગદર્શન મુજબ જુદા જુદા સ્‍થળોએથી ૨૯ શખ્‍સોને ઢીંગલી થયેલી હાલતમાં ઝડપી પાડી જેલની હવા ખવડાવી સરભરા કરી હતી જયારે જિલ્લામાં ૩૨ જેટલા સ્‍થળોએ પોલીસે દેશીદારૂના દરોડાઓ પાડી મુદામાલ સાથે મહિલાઓ સહિત ૨૫ શખ્‍સોને ઝડપી પાડયા હતા.

ઇજા

ખાંભા તાલુકાના ડેડાણના ત્રાકુડા જવાની સીમમાં વાડીમાં જવાના રસ્‍તે પડેલ પથ્‍થર ફેરવતા હંસાબેનના પતી વિક્રમભાઇ લખમણભાઇ મકવાણાએ તેના ભાઇને પથ્‍થર ફેરવવા મદદ માંગતા સારૂ નહિં લાગતા હરેશ લખમણભાઇ, મુળજી લખમણભાઇ મકવાણાએ ગાળો બોલી પતી પત્‍નીને માર મારી ઇજા કરી ધમકી આપ્‍યાની ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

દારૂ

અમરેલી જેસીંગપરા ઠેબી નદીના પુલ પાસે જય બકુલભાઇ નસીતને ૧૮ બોટલ ઇગ્‍લિશ દારૂ રૂા.૫૪૪૦ ના મુદામાલ સાથે લોકરક્ષક વનરાજભાઇ માંજરીયાએ તેમજ લકકી ટ્રાવેલ્‍સવાળા ખાંચામાં સુનીલ ઉર્ફે ભુરો બાબુભાઇ અમરેલીયાને દસ બોટલ ઇગ્‍લિશ દારૂ અને બાઇક જીજે ૦૩ સી ૯૯૦૭ મળી રૂા.૨૮ હજારના મુદામાલ સાથે લોકરક્ષક પ્રદીપભાઇ વાળાએ ઝડપી પાડેલ.

મૃત્‍યુ

ગંગાનગર-૨માં રહેતી નિતાબેન રવજીભાઇ ગજેરા ઉ.વ.૬૨ ને પગમાં ઓપરેશન કરી પ્‍લેટ નાખેલ જેનો દુઃખાવો સહન નહિં થતા ઝેરી ટીકડા ખાઇ જતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્‍યુ નિપજયાનું પુત્ર નિરવભાઇ ગજેરાએ અમરેલી સીટી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

ધમકી

તાલુકાના મતીરાળમાં પરીણિતા સાથે અગાઉ ઉમેશ અશોકભાઇ ચાવડાને ફેન્‍ડશીપ હોય જેથી પતીને ખબર પડી જતા તેમજ મોબાઇલમાં વાતચીત ન કરતા જેનું મનદુઃખ રાખી પરિણીતાને ગાળો બોલી દિકરીને મારી નાખવાની ધમકી આપ્‍યાની લાઠી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

હુમલો

સાવરકુંડલામાં રહેતી સોનલબેન સંજયભાઇ પરમાર ઉ.વ.૩૫ ના પતી સંજય ગોવિંદભાઇને દારૂ પીવાની ટેવ હોય બહારથી દારૂ પી ઘરમાં કજીયો કંકાસ કરતા હોય જેથી દારૂ નહિં પીવાનું જણાવતા પતી સંજય ગોવિંદભાઇ, સસરા ગોવિંદ નનુભાઇ પરમારે ગાળું બોલી ધકકો મારી પછાડી દેતા રસોડામાં પ્‍લેટફોર્મ પર ચા ની કીટલી ઉપર પડતા દાઝી જતા સારવાર માટે જઇશ તો મારી નાખવાની.

ઇજા

ઘનશ્‍યામનગરમાં રહેતા રંજનબેન હકુભાઇ વાઘેલા ઉ.વ.૪૨ ના છોકરાઓ રસ્‍તામાં રંગતા હોય ત્‍યાારે લક્ષ્મણ દાજીભાઇ વાઘેલા, હિંમત દાજીભાઇ વાઘેલા, દાજી ગગજીભાઇ વાઘેલા, સવિતાબેન દાજીભાઇ વાઘેલાએ પાઇપ અને લાકડી વડે માર મારી ઇજા કર્યાની વડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ચોરીનો ભેદ ઉકેલાયો

જિલ્લા પોલીસ વડા નિર્લિપ્‍ત રાય દ્વારા મિલ્‍કત સબંઘી વણશોઘાયેલ ગુનાઓનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડવા તેમજ ચોરીનો મુદામાલ રીકવર કરવા આપેલ સુચના મુજબ અમરેલી એલસીબીના ઇન્‍ચાર્જ પીઆઇ આર.કે. કરમટા, પીએસઆઇ પી.એન. મોરી અને સ્‍ટાફે બાતમી રાહે મળેલ સાવરકુંડલા તાલુકાના સાકરપરા ગામે રહેતો ગૌતમ ઉર્ફે ગોકળ કાળુભાઇ સુદાણી જુદી જુદી જગ્‍યાએથી મોટર સાયકલોની ચોરી કરી આ વાહનો પોતાના ઘરે લઇ આવે છે અને આ વાહનોનું વેચાણ કરે છે. તે બાતમીવાળી જગ્‍યા રેઇડ કરતા હોન્‍ડા એકટીવા ૨, યુનીકોર્ન ૩, હોન્‍ડા સાઇન ૫, હીરો સ્‍પલેન્‍ડર પ્‍લસ ૪, હીરો પેસન પ્રો ૩ મળી કુલ ૧૭ મોટર સાયકલ રૂા.૫,૬૩,૦૦૦ નો મુદામાલ કમ્‍જે કરેલ છે પકડાયેલ આરોપી અવાર નવાર સુરત ખાતે જતો હોય અને અવાવરૂ તથા પાર્કીગમાં પડેલ મોટર સાયકલો કે જેમાં હેન્‍ડલ લોક લગાડેલ ન હોય તેવા મોટર સાયકલોમાં ડુપ્‍લીકેટ ચાવી લગાડી અથવા ડાયરેક્‍ટ કરી બાઇક ચોરી કરતો હતો. 

(1:13 pm IST)