Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

જૂનાગઢ હોસ્‍પિટલમાં મેડિકલ ઓકિસજન જનરેશન પ્‍લાન્‍ટનું લોકાર્પણ

જૂનાગઢ,તા.૨૨:  રિઝવાન આડતિયા ફાઉન્‍ડેશન(આરએએફ) ગ્‍લોબલ,એક આંતરરાષ્ટ્રીય બિન-નફાકારક સ્‍વૈચ્‍છિક સંસ્‍થા છે. તે વર્ષ ૨૦૧૫થી ભારત સહિત આફ્રિકા અને એશિયાના દ્યણા દેશોમાં કાર્યરત છે. સંસ્‍થાએ ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં જી.એમ.ઈ.આર.એસ જનરલ હોસ્‍પિટલસાથે મળીને ૯૬૦ એલપીએમનો પ્રેસર સ્‍વિંગ એડ્‍સોર્પશન્‍સ(પીએસએ) મેડિકલ ઓક્‍સિજન જનરેશન પ્‍લાન્‍ટસ્‍થાપ્‍યો છે.

ઝરીના ફાઉન્‍ડેશનઅને આરએએફ-ઇન્‍ડિયાના નાણાકીય સહયોગથીગુજરાતના જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં આરએએફના માનવીય કાર્યક્રમોના ભાગરૂપે આ પહેલ કરવામાં આવી રહી છે. કોવિડ-૧૯ સંક્રમણથી પીડિત દર્દીઓની સારવાર કરવા માટે જિલ્લા તંત્રને સહયોગ પૂરો પાડવાનો આ પહેલનો હેતુ છે. વિવિધ શહેરોમાંજિલ્લા સ્‍તરે જાહેર આરોગ્‍ય સેવા વિતરણ વ્‍યવસ્‍થાને મજબૂત કરવા માટે આરએએફ પ્રતિબદ્ધ છેકે,જેથી સ્‍થાનિક સમુદાયના વધુને વધુ લોકો સ્‍થાનિક સ્‍તરે જ અસરકારક સારવાર પ્રાપ્ત કરી શકે છે.

કરાર (એમઓયુ) પર હસ્‍તાક્ષર કર્યા પછી છેલ્લા દ્યણા મહિનાઓથી,ભાગીદારોએ જિલ્લા હોસ્‍પિટલના પરિસરમાં વિશ્વ-કક્ષાના મેડિકલ ઓક્‍સિજન જનરેશન પ્‍લાન્‍ટની સુવિધા સ્‍થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે. ૧૭મી માર્ચ,૨૦૨૨ના રોજ અગ્રણી દાતા શ્રી ઉમેદઅલી હાસમ ધ્રોલિયાએ જૂનાગઢ જિલ્લાના લોકોને ભેટ આપેલા મેડિકલ ઓક્‍સિજન જનરેશન પ્‍લાન્‍ટનું ઉદ્દદ્યાટન કર્યું. આ પ્રસંગે શ્રી ઉમેદઅલી હાસમ ધ્રોલિયાએ જણાવ્‍યું હતું કે,મને ખરેખર આનંદ થાય છે કે આ પ્‍લાન્‍ટજૂનાગઢ સિવિલ હોસ્‍પિટલની,જીવન બચાવવાની ક્ષમતાને વધુ મજબૂત બનાવશે. આ ઓક્‍સિજન જનરેશન પ્‍લાન્‍ટ,જૂનાગઢ તેમજ સમગ્ર પશ્ચિમ સૌરાષ્ટ્રના લોકોને ખૂબ ઉપયોગી નીવડશે. શ્રી ધ્રોલિયાએ અગાઉ આંતરરાષ્ટ્રીય સ્‍તરે આરએએફ ગ્‍લોબલની અનેક અગત્‍યની પહેલને સમર્થન આપ્‍યું છે અને તેઓ તેમના વતનના રાજય ગુજરાતના વિકાસમાં યોગદાન આપવા માટે ઉત્‍સાહી છે.

આરએએફ ગ્‍લોબલના ચેરમેનશ્રી રિઝવાન આડતિયાએ જણાવ્‍યું હતું કે,સંસ્‍થાનો વ્‍યાપક ઉદેશ્‍ય સમુદાય માટે બહેતર આરોગ્‍ય સંભાળ,શિક્ષણ અને આજીવિકાની તકોમાં સુધારો કરીને જીવનની ગુણવત્તામાં સુધારો કરવાનો છે. ઓક્‍સિજન જનરેશન પ્‍લાન્‍ટની આ ગિફ્‌ટ,જૂનાગઢ જિલ્લામાં જાહેર આરોગ્‍ય સંભાળના માળખાને મજબૂત કરવા અને સ્‍થાનિક સમુદાયની,ખાસ કરીને જેમને આરોગ્‍ય સંભાળ સેવાઓ પરવડતી નથી એવા ગરીબ દર્દીઓની એકંદર સુખાકારીમાં યોગદાન આપશે.

જીએમઈઆરએસ જનરલ હોસ્‍પિટલના મેડિકલ સુપરિન્‍ટેન્‍ડેન્‍ટ ડો.સુશીલ કુમારેતેમના પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્‍યું હતું કે,ᅠᅠઆ મેડિકલ ઓક્‍સિજન જનરેશન પ્‍લાન્‍ટના ફળ સ્‍વરૂપેહોસ્‍પિટલમાં વધારાના ૨૦૦ ઓક્‍સિજનયુક્‍ત બેડ (પથારી) બનશે અને આગામી ૧૦ વર્ષ સુધી મહત્ત્વપૂર્ણ જીવન બચાવવાની હોસ્‍પિટલની ક્ષમતામાં વધારો થશે.

રિઝવાન આડતિયા ફાઉન્‍ડેશન(આરએએફ) દ્વારા કોવિડ-૧૯ની બીજી લહેર સામે લડવા માટે જૂનાગઢ જિલ્લાના માળિયા હાટિના,માંગરોળ તથા કેશોદના સામુદાયિક આરોગ્‍ય કેન્‍દ્રોને ઓક્‍સિજન સિલિંડર અને ઓક્‍સિજન કોન્‍સન્‍ટ્રેશન સાથે બીજી વિવિધ આરોગ્‍ય જરૂરિયાતો બાબતે સહાય પૂરી પાડવામાં આવી છે. અત્‍યાર સુધીમાંઆરએએફ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સર્વાંગી ગ્રામ વિકાસ,આર્થિક એકીકરણ,મહિલાઓ અને યુવાનો માટે આજીવિકાનો સહયોગ,શિક્ષણ અને તકનિકી,આરોગ્‍ય અને પોષણ પહેલ તેમજ સુશાસન જેવાં ક્ષેત્રોમાં વિવિધ પ્રોજેક્‍ટ હાથ ધરવામાં આવ્‍યા છે. રત રહીને ૧૦ લાખથી વધુ લાભાર્થીઓ સુધી પહોંચ્‍યું છે.

ભારતમાં રિઝવાન આડતિયા ફાઉન્‍ડેશનએ બિહાર,ᅠઝારખંડ,ᅠઉત્તર પ્રદેશ,ᅠગુજરાત,ᅠમહારાષ્ટ્ર,ᅠગોવા અને દિલ્લીને આવરી લેતા ૧૫થી વધુ જિલ્લાઓમાં વિકાસકાર્યોને સમર્થન આપ્‍યું છે. હાલમાંᅠઆરએએફ (ભારત),ᅠરાજસ્‍થાન,ᅠગુજરાત,ᅠમહારાષ્ટ્ર અને ઝારખંડમાં લાંબાગાળાનાં કાર્યો કરી રહ્યું છે. વર્ષ ૨૦૧૫થી ભારતમાં ૬ લાખથી વધુ લોકો સુધી તેમજ સમગ્ર એશિયા અને આફ્રિકામાં ૧૦ લાખથી વધુ લાભાર્થીઓ સુધી પહોંચ્‍યા છીએ. 

(12:42 pm IST)