Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

ગોંડલના દેરડી ગામે વિઝીવડના વિશાલ પરમારનો આપઘાત

લટકતો મૃતદેહ નજરે પડે છે (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૨૨: ગોંડલ તાલુકાના દેરડીકુંભાજી ગામે હીરાઘસુ યુવકે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા પોલીસે આપઘાતના કારણ અંગે તપાસ હાથ ધરી છે.

દેરડીકુંભાજી ગામે બાદનપુર રોડ પર આવેલ આશ્રમના બગીચામાં અજાણ્યા યુવકે અગમ્ય કારણોસર લીમડાના ઝાડ પર લટકીને ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.

આ બનાવને પગલે ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતાં.અનેઙ્ગ ઝાડ પર લટકતા અજાણ્યા યુવકના મૃતદેહને નીચે ઉતાર્યો હતો. મૃતક યુવક દેરડીકુંભાજી ગામે હીરાદ્યસવાનું કામ કરતો હોવાનુ તથા દેરડીકુંભાજી નજીકના વિંઝીવડ ગામનો વિશાલ પ્રવિણભાઈ પરમાર ઉંમર.વ.૨૫ નામનો દલિત યુવક હોવાની વિગતો સામે આવી હતી.બાદમાં યુવકના મૃતદેહને ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આપઘાતના કારણ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:14 am IST)