Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

ભાણવડની કન્યાશાળામાં પોર્ટફોલીયોનું વિતરણ

ભાણવડઃ અહીની તાલુકાશાળા નં.૩ (કન્યાશાળા)માં કોમ્યુનિ ટીકેર (યુ.કે.)ના દાતા ચંદારાણા દંપતિ રોહિતભાઇ તથા નિશાબેનના સહયોગથી પ્રતાપભાઇ ખગ્રામના હસ્તે કોમ્યુનિટી કેરના ભાણવડના સભ્યો અને વિવિધ સેવાકિય પ્રવૃતિ સાથે સંકળાયેલા જીતુભાઇ કોટેચા, હરિશભાઇ ખગ્રામના પ્રયત્નોથી છાત્રાઓને ૨૪૦ પોર્ટફોલીયો કરાયા હતા. જેમાં કૈલાશભાઇ હિંડોચા, મોટા કાલાવડ વાડીશાળા નં.૧ના આચાર્ય વિજયભાઇ વાવણોટીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ તકે આચાર્ય શંકરસિંહ બારીયાએ મહેમાનોનું શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું અત્રે નોંધનીય છે કે, પોર્ટફોલીયો સ્વરૂપે મળેલી ફાઇલ વિશે બાળાઓને અગત્યના તેમજ જાળવણીની માહિતી પણ અપાઇ હતી (તસ્વીરઃ અહેવાલ- ડી.કે.પરમાર, ભાણવડ)

(1:05 pm IST)