Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

કચ્છમાં ૪.૧ ની તીવ્રતાનો ભૂકંપ

રાજકોટ, તા. ર૧  : કચ્છમાં આજે બપોરે ૪.૧ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા.

ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવાયું છે કે આજે બપોરે ૧ર.૮ વાગ્યે  કચ્છમાં ૪.૧ની તીવ્રતાનોં ભૂકંપનાં આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્ર બિન્દુ કચ્છનાં ધોળાવીરા નજીક નોંધાયું હતું.

ભૂકંપનાં આંચકાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો હતો.

(12:55 pm IST)