Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં સોમવારે પૂ.વિર દાદા જશરાજજીના શહિદ દિનની ઉજવણી

ગામે-ગામ રઘુવંશી સમાજ દ્વારા પૂજન, અર્ચન, મહાપ્રસાદ, શોભાયાત્રા, ધુન, ભજન, કિર્તનનું આયોજનઃ તડામાર તૈયારી

રાજકોટ તા. ર૦ :.. તા.રર ને સોમવારે રઘુવંશી સમાજ દ્વારા પૂ. વિર દાદા જશરાજજીના શહિદ દિનની રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ભવ્યતાથી ઉજવણી કરવામાં આવશે.

સોમવારે શહિદ વિર પૂ. વિર દાદા જશરાજજીનાં શહિદ દિન નિમિતે શોભાયાત્રા, પૂજન, અર્ચન, ધુન-ભજન, કિર્તન, મહાપ્રસાદ સહિત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

વેરાવળ

વેરાવળ : શહેરમાં જલ્યાણ ગ્રુપ દ્વારા વિર દાદા જશરાજજી શહીદ દીને લોહાણા સમાજ રઘુવંશી પરિવાર માટે સમુહ ભોજનનું આયોજન તા. રર ને સોમવાર સાંજે ૭ વાગ્યાથી કરવામાં આવેલ છે.

લોહાણા બોર્ડીંગના વિશાળ પટાંગણમાં વિર દાદા જશરાજજી નગરનું નિર્માણ થશે રઘુવંશી પરિવાર આ નાત જમણમાં એક સાથે એકજ સ્થળે એક જ સમયે તમામ વર્ગ સ્તરના અબાલ વૃધ્ધ ગરીબ તવંગર  રઘુવંશીઓ એક સાથે હરીહર કરશે તથા જય જલારામ જય વિર દાદા જશરાજજી જય સિયારામના ગંગનભેદી સામુહિક ઉદબોધ સાથે જે ના અન ભેગા તેના મન ભેગા આ સુત્ર દીલથી સાર્થક કરશે.

રઘુવંશી પરિવાર માટે વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક મેડીકલ શૈક્ષણીક સામાજીક સંગઠનાત્મક સુપ્રવૃતિઓ સતત કરતા રહેતા જલ્યાણ ગ્રુપના યુવા તરવરીયા સમાજની સાથે જોડી રાખવાની વિચારધારા ધરાવતા દીપક કકકડે માહીતી આપતા જણાવેલ હતું કે વેરાવળના આંગણે છેલ્લા ૧૦ વર્ષથી પ્રખર ગૌ ઉપાસક દેશ ભકત વિર દાદા જશરાજજી શ્રધ્ધાંજલી સ્વરૂપે આ નાત જમણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તમામ જ્ઞાતિજનો વેપારી, નોકરીયાત, ભાઇઓ -બહેનો - વડીલો આગેવાનો બાળકો આ જ્ઞાતિગંગાના દર્શનાર્થે તેમજ નામ જમણની સેવામાં સ્યંવભુ જોડાશે.

સૌને આમંત્રણ આપવા માટે હાઇટેક  પ્રચારનું આયોજન કરેલ છેતેમાં  રૂબરૂ ફેસબુક પ્રિન્ટ મીડીયાનો  ઉપયોગ કરી દરેક  ઘરે આ આમંત્રણ મળી રહે તે માટે વિશેષ આયોજન કરાયેલ છે.

તા. રર ના રોજ સાંજે ૬.૩૦ વાગ્યે દાદાને નિવેધ, જુવારી ગુલાબીસાફો ચડાવી પૂજન કરવામાં આવશે ત્યાર બાદ સાંજે ૭ વાગ્યે સમુહ ભોજન પ્રસાદીનો પ્રારંભ થશે.

વડીલોના માર્ગદર્શન હેઠળ આ મેગા આયોજનને શ્રતિ શુન્ય બનાવી રહયા છે અને આ કૃપાથી રઘુવંશી સમાજમાં ના આંગણે એકતાનો સુરજ ઉગયો છે હજારો જ્ઞાતિજનો સમુહ ભોજન લેશે તેને સફળ બનાવવા માટે જલ્યાણ ગ્રુપના કાર્યકરો તડામાર તૈયારીઓ કરી રહેલ છે.

પરિવાર આ પ્રસંગને દીપાવવા આ સામુહીલ જવાબદારી સૌની છે તેથી દરેક સમાજ શ્રેષ્ઠીઓ રઘુવંશી પરિવારને જાહેર આમંત્રણ સંસ્થા તરફથી આપવામાં આવેલ છે.

(11:20 am IST)