Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

આરોપી પતિની પાસપોર્ટ પરત મળવા અને વિદેશ જવાની પરવાનગીની અરજી રદ

પોરબંદરઃ પતિ-પત્‍ની વચ્‍ચેના વિવાદના સંદર્ભમાં ચાલતા કેસમાં

પોરબંદર તા.ર૦ : વિદેશથી આવેલી વ્‍યકિત ભારતમાં ગુન્‍હો કરે તો તેને પાસપોર્ટ પરત આપી શકાય નહી. તેવો પોરબંદરની કોર્ટનો મહત્‍વનો ચુકાદો આપેલ હતો.

બનાવની વિગત મુજબ પોરબંદરનારહીશ સંતોકબેન પોપટભાઇ ખુંટી કે જ તેના પતિ અને બાળકો સાથે કેનેડામાં વસવાટ કરતા હોય અને ભારતમાં આવેલા હોય અને ત્‍યારબાદ પતિ-પત્‍ની વચ્‍ચે ઝઘડો થતા અનેફરીયાદીને કાઢીમુકતા તે અન્‍વયે બગવદર પોલીસમાં પતિ પોપટભાઇ મેણંદભાઇ ખુંટી સામે ફરીયાદ દાખલ કરેલી હતી અને પોલીસ દ્વારા તેની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા કોર્ટ  દ્વારા એક દિવસના રિમાન્‍ડ પણ આપેલા હતાં અને રીમાન્‍ડ દરમિયાન પોલીસે આરોપી પાસેથી જરૂરી તમામ ડોકયુમેન્‍ટ કબ્‍જે કરેલા હતા. તેમજ કોર્ટમાં તેને રજુકરતા ફરીયાદી તરફે એડવોકેટ ભરતભાઇ બી. લાખાણી વાંધા લેતા કોર્ટે પાસપોર્ટ જમા કરાવવાની શરતે જામીન આપેલા હતાં.

ત્‍યારબાદ પોપટભાઇ મેણંદભાઇ ખુંટી દ્વારા કોર્ટમાંથી વિદેશ જવા માટે અને પાસપોર્ટ પરત મળવા માટે કોર્ટમાં અરજી કરતા અને ૬ (છ) માસ માટે પાસપોર્ટ પરત માંગવાની અરજી કરતા અને તેમાં પણ ફરીયાદી તરફે એડવોકેટ ભરતભાઇ બી. લાખાણી દ્વારા વાંધા લેતા અને વિગતવાર જણાવેલ કે, આરોપી સામે હાલની ટ્રાયલ પેન્‍ડીં હોય  અને જો આરોપીઓ વિદેશ ચાલ્‍યા જાય તો અને ફરી આવે જ નહી તો ફરીયાદીને કેસ કરવાનો કોઇ મતલબ રહેતો ન હોય તેમજ ફરીયાદીએ ભરણ પોષણનો પણ કેસ કરેલો હોય અને તે પણ નકામો બની જાય તેમ હોય તેવા વિગતવાર વાંધા લેતા કોર્ટ દ્વારા તમામ સંજોગો અને પરિસ્‍થિતિ ધ્‍યાને લઇ કેનેડા રહેતા પોપટભાઇ મેણંદભાઇ ખુંટીની પાસપોર્ટ પરત મેળવવાની અરજી તેમજ વિદેશ જવાની પરવાનગીની અરજી નામંજુર કરેલ છે.

આ કામમાં મુળ ફરીયાદી સંતોકબેન પોપટભાઇ ખુંટી વતી પોરબંદરના જાણીતા એડવોકેટ ભરતભાઇ બી. લાખાણી, અનિલ ડી. સુરાણી તથા કિશન ગોહેલ રોકાયેલા હતાં. 

(11:27 am IST)