Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

ચોટીલા હાઇવે ઉપર ધમધમતા બાયોડીઝલના ગેરકાયદે અડ્ડા !

બે દિવસમાં ત્રણ દરોડા : લાખોનો મુદ્દામાલ જપ્ત

ચોટીલા તા.૧૯ : ચોટીલા હાઇવે ઉપર ઠેક ઠેકાણે બાયો ડીઝલના નામે હાટડીઓ ચાલતી હોવાની ઉઠેલ બુમરેણ થી કલેકટરની સુચના બાદ પુરવઠા વિભાગે, જીલ્લા ક્રાઈમ બ્રાંચ, એસઓજી સહિત ની ટીમે દરોડા પાડતા બે દિવસમાં ત્રણ સ્થળે થી લાખોનો મુદ્દામાલ મળી આવતા કેમીકલ માફિયાઓમાં ચકચાર મચેલ છે.

રાજકોટ ચોટીલા અમદાવાદ હાઇવે પર સંખ્યાબંધ હોટેલ ઢાબા આવેલ છે. જેમા નાની મોલડી, ચોટીલા પોલીસ ની હદમાં અનેક સ્થળોએ બાયો ડીઝલ જેવા જવલનસીલ પ્રવાહીનો મોટા પાયે ગેર કાયદેસર વેપાર ચોક્કસ નેટવર્ક અને હપ્તા પધ્ધતી થી ચાલતો હોવાની ચર્ચા ઉચ્ચ અધિકારીના ધ્યાને આવતા ખાનગી તપાસ હાથ ધરાઇ હતી જેમા તથ્ય જણાતા દરોડા ની સુચના અપાતા કાર્યવાહી હાથ ધરાય હોવાનું કહેવાય છે જેમા બે દિવસ માં ત્રણ સ્થળે દરોડો પાડી મુદ્દામાલ પકડવામાં તંત્ર સફળ રહેલ છે.ઙ્ગ

પ્રથમ દરોડો શનિવારના જીલ્લા પુરવઠા વિભાગ અને સ્થાનિક પ્રાત અધિકારી અને મામલતદારની ટીમ દ્વારા મધરીખડા નજીક ઢાબામાં પાડવામાં આવેલ જેમા હોટેલ યુપી બિહાર ઝારખડ ઢાબા ના ગ્રાઉન્ડમાં સ્પેશ્યલ બહાર થી ન દેખાય તેવી રીતે બનાવાયેલ બાંધકામ ધરાવતી ઓરડીઓમાંગે. કા પંપ અને બાયોડીઝલ જેવા પ્રવાહીનો જથ્થો ટેન્કર સહિત ૪૫.૮૦૦૦૦ નો મુદ્દામાલ મળી આવેલ છે. આ દરોડામાં કેમિકલના સ્ટોરેજ માટે ના ૭ મોટા પ્લાસ્ટિક ના ટાકા, ૧૧.૫૦૦ લીટર જેટલું બાયો ડીઝલ જેવું પ્રવાહી પેટ્રોલ પંપ આઉટલેટ, બે ઈલેકટ્રીક મોટર, માપીયુ અને એક ટેંકર સહિત ૪૫.૮૦૦૦૦ નો મુદ્દામાલ મળી આવેલ છેઙ્ગ

સ્થળ પર શ્રવણસિંહ નારણસિંહ ચૌહાણ તેમજ ટેન્કર ડ્રાઇવર માણસુર રામભાઈ વાંક મળી આવતા તેઓની પુછતાછમાં ધંધાના માલિક મોરબીના અભેસિંહ કરણસિંહ જાડેજા છે જેઓએ આ ઓરડીઓ વાળી જગ્યા ભાડે રાખેલ હોવાનું રેઇડ કર્તાને જાણવેલ છે. આઉટલેટ પંપ, પ્રવાહી તમામ મુદ્દામાલ સીલ કરી ટેન્કર પોલીસને સીઝરીંગ માટે સોપેલ છે.

રવીવારનાં રોજ જીલ્લા એલસીબી, એસઓજી, પુરવઠાની ટીમ દ્વારા વધુ બે દરોડા પાડવામાં આવેલ છે. જેમા ચોટીલા પ્રાત અને મામલતદાર કચેરીની સામે નજીદીકમાં જ  દિવ્યરાજભાઇ ઉર્ફે દિવુભાઇ સુરેશભાઇ વાળા ભાડે રાખેલ તેના કબ્જા ભોગવટાની જગ્યામાં બાયો ડીઝલ જેવા જવલનસીલ પ્રવાહીનો ગે. કા વાહનમાં ભરી વેચાણ કરતા હોવાની LCBને બાતમી મળતા પીઆઇ ડી. એમ. ઢોલ, પીએસઆઇ વી. આર. જાડેજા, જુવાનસિંહ સોલંકી, વાજસુરભા ગઢવી, અનિરૂધ્ધસિંહ ખેર, ગોવીંદભાઇ રબારી, અમરભા ગઢવી સહિતનાએ દરોડો પાડતા ૩૫૦ લીટર પ્રવાહી, ૧ ચાલુ અને ૨ બંધ ફીલીંગ આઉટલેટ પંપ, ૧૫૦૦ લીટર ની ટાળી ૨, મોટા ૫ હજાર લીટરના બે ટાકા, પતરાનુ બેરલ ૧,નાની મોટી ઇલેકટ્રીક મોટર ૨, મળી ૧.૫૪.૫૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડેલ છે.

બીજો દરોડો મોલડી નજીક નવી નાગરાજ હોટલ પર છાપો મારે છે ત્યાં આગળ પણ પ્રવાહીનો જથ્થા સહિતનો મુદ્દામાલ મળી આવેલ છે.ઙ્ગ મળી આવેલ પ્રવાહીનું એફએસએલ પૃથક્કરણ કરાશે.

ચોટીલા હાઇવે ઉપર અંદાજે ૪૫ જેટલી આવી ગે. કા હાટડીઓ ધમધમતી હોવાનું અનેઙ્ગ તેઓને રાતોરાત બંધ કરવાની અને માયાઝાળ સંકેલવાની સુચનાઓ થોડા દિવસો પહેલાજ અપાયેલ હતી તેમ છતા ખાનગીમાં પંપ ચાલતો હોવાની સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર ને સીધી માહિતી મળતા રાતોરાત દરોડા પાડવાની સુચના અપાતા ચોટીલા હાઇવે પર ગેરકાયદેસર બાયો ડીઝલ જેવા પ્રવાહી ધરાવતા પંપો મળી આવતા ફોનનો મારો ગાંધીનગરથી સ્થાનિક કક્ષા સુધી શરૂ થઈ ગયેલ હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બનેલ છે.

(11:37 am IST)