Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

જામનગરમાં WHO ગ્‍લોબલ સેન્‍ટર ફોર ટ્રેડિશનલ મેડિસીના ઉદ્ઘાટન સમારોહમાં WHO ના ડાયરેકટર ડો. ટેડ્રોસે ગુજરાતીમાં સંબોધનની શરૂઆત કરી : પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી પણ ખુશ થયા

WHO ના મહાનિર્દેશક ડો. ટ્રેડોસ અદાનોમ ઘેબ્રેયસસે સંબોધનની શરૂઆત કેમ છો, મજામાં બોલીને કરી હતી.

જામનગર : ગુજરાતના જામનગરમાં ડબલ્યુએચઓ-ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસે ગુજરાતીમાં સંબોધનની શરૂઆત કરીને લોકોના દિલ જીતી લીધા હતા. તેમણે સંબોધનની શરૂઆત કેમ છો, મજામાં બોલીને કરી હતી.

ડો. ટેડ્રોસને ગુજરાતીમાં બોલતા જોઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ખુશ થયા હતા અને તેમણે તાળીઓ પાડી તેમના ભાષણનું સ્વાગત કર્યું હતું. ડો. ટેડ્રોસ ગુજરાતીમાં બોલતા સભામાં રહેલા બધા લોકોએ તાળીઓ પાડી સ્વાગત કર્યું હતું. આ ઘટનાનો વીડિયો લોકોને ઘણો પસંદ પડી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકો સુધી પહોંચી ગયો છે.

WHO ના મહાનિર્દેશક ડો. ટ્રેડોસ અદાનોમ ઘેબ્રેયસસે સંબોધનની શરૂઆત કેમ છો, મજામાં બોલીને કરી હતી. આ પછી તેમણે કહ્યું કે મારો ભારત સાથે વિશેષ જુડાવ છે. હું ભારતથી પારંપરિક દવાઓ વિશે શીખ્યો. હું પોતાના શિક્ષકોનો ઘણો આભારી છું. ડો. ટેડ્રોસ સોમવારે પોતાની ત્રણ દિવસીય યાત્રા પર ગુજરાત પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે જામનગરમાં ડબલ્યુએચઓ-ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે WHO ના મહાનિર્દેશક ડો. ટ્રેડોસ, મોરોશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ કુમાર જગન્નાથ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ડો. ટ્રેડોસે કહ્યું કે ડબલ્યુએચઓ-ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન જેને અમે લોન્ચ કરી રહ્યા છે તે સાક્ષ્‍ય આધારિત પારંપરિક ચિકિત્સાને મજબૂત કરવા માટે વિજ્ઞાનની શક્તિનો ઉપયોગ કરવામાં મદદ કરશે. આ મહત્વપૂર્ણ પહેલનું સમર્થ કરવામાં તેમના નેતૃત્વ માટે પીએમ મોદી અને ભારત સરકારનો આભારી છું.

ડો. ટ્રેડોસ બુધવારે ગાંધીનગરમાં ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સરકારના મંત્રી સહિત ઘણા દિગ્ગજો આ સમિટમાં ઉપસ્થિત રહેશે.

(10:12 pm IST)