Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

કાલે અને ગુરૂવારે બપોર બાદ ગાજવીજ સાથે કમોસમી વરસાદની શકયતા

રાજકોટ : હવામાન ખાતાએ જણાવ્‍યુ છે કે, આવતીકાલે અને ગુરૂવારે સૌરાષ્‍ટ્રના અમુક સ્‍થળોએ બપોર બાદ ગાજવીજ સાથે કમોસમી વરસાદની સંભાવના છે. વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની અસરથી વાદળછાયુ વાતાવરણ જોવા મળશે, તો તાપમાનમાં પણ ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. પવનનું જોર પણ રહેશે. બપોર બાદ કોઈ કોઈ સ્‍થળોએ કમોસમી વરસાદની શકયતા છે. દરમિયાન રાજકોટ શહેરમાં આજે બપોરે ૩ વાગ્‍યે ૪૦ ડિગ્રી તાપમાન નોંધાયુ છે તો ૨૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે.

 

(3:58 pm IST)