Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

માણાવદરના થાનીયાણામાં રવિવારથી ટોળીયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞઃ પૂ. મોરારીબાપુ, પૂ. ભાઇશ્રીની ઉપસ્‍થિતીમાં દીપ પ્રાગટય

ભુપેન્‍દ્રભાઇ તેમજ સી. આર. પાટીલ સહિતના કથાશ્રવણ કરશે, દરરોજ રાત્રે સંતવાણી-લોકડાયરોઃ પુ. રાજેન્‍દ્રદાસબાપુના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઃ શાષાી કૌશિકભાઇ ભટ્ટ સંગીતની સુરાવલી સાથે કથાનુ રસપાન કરાવશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૯ :. સમસ્‍ત ટોળીયા પરિવારના પિતૃઓના મોક્ષાર્થે માણાવદરના થાનિયાણા ગામે આગામી તા. ર૪ ને રવિવારથી તા. ૩૦ ને શનીવાર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે.

જેનું રવિવારે બપોરે ૧ર કલાકે પરબધામના પૂ. કરશનદાસબાપુ, પૂ. મોરારીબાપુ તેમજ પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝા, પૂ. રાજેન્‍દ્રદાસબાપુના વરદ હસ્‍તે મંગલ દિપ પ્રાગટય સાથે કથાનો પ્રારંભ થશે અને દરરોજ સવારે ૯ થી ૧ર અને બપોરે ૩ થી ૬ સુપ્રસિધ્‍ધ કથાકાર શાષાી પૂ. કૌશિકભાઇ ભટ્ટ (રાણસીકીવાળા) સંગીતની સુરાવલી સાથે કથાનું રસપાન કરાવશે.

તા. ર૬ ના સાંજે પ કલાકે રકતતુલાના કાર્યક્રમમાં મુ. મંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ તથા ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ સી. આર. પાટીલ ઉપસ્‍થિત રહેશે. તેમજ આ કથા દરમ્‍યાન સાંસદ રાજેશભાઇ ચુડાસમા, રમેશભાઇ ધડુક, જુનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઇ પટેલ તેમજ શહેર ભાજપના પ્રમુખ પુનિત શર્મા, ધારાસભ્‍ય જવાહરભાઇ ચાવડા, મેયર ગીતાબેન પરમાર, ડે. મેયર ગિરીશભાઇ કોટેચા સહિતના ઉપસ્‍થિત રહેશે. દરરોજ રાત્રે સંતવાણી તા. ર૧ ના રોજ તોરણીયા રામામંડળ તેમજ તા. ર૪ ના કાનગોપી અને તા. રપ ના રોજ રામદાસ ગોંડલીયા, બિરજૂ બારોટ, ગીતાબન રબારી તા. ર૭ ના જીજ્ઞેશ કવિરાજ દેવાયત ખવડ, કાજલ મહેરીયા, નીશા બારોટ અને તા. ર૮ લક્ષ્મણ બારોટ, પરસોતમપરી ગોસ્‍વામી રાજભા ગઢવી, તા. ર૯ ના રોજ માયાભાઇ આહીર, કિર્તીદાન ગઢવી, શૈલેષ મહારાજ, બિરજુ બારોટ સહિતના  કલાકારો રમઝટ બોલાવશે. પૂ. રાજેન્‍દ્રદાસબાપુના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારી થઇ રહી છે.

(4:26 pm IST)