Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

વિહિપ-બજરંગદળ દ્વારા ૧ હજાર યુવાનોને ત્રિશૂલ દિક્ષા અપાશે

જુનાગઢ જીલ્લા અધ્‍યક્ષ તીરકે સોનીની નિમણુક

 જુનાગઢ,તા.૧૯ : આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદ રાષ્‍ટ્રીય બજરંગ દળની લીંબડી મુકામે સૌરાષ્‍ટ્ર પ્રાંત ની બેઠક યોજાઇ હતી આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદના અધ્‍યક્ષ ડો. પ્રવિણભાઇ તોગડિયાના‘‘વીર હિન્‍દુ વિજેતા હિન્‍દુ'' ના સુત્રને સાર્થક કરવા આગામી સમયમાં યુવાનોને રાષ્‍ટ્રીય બજરંગ દળ માં જોડાવા આહવાન કરવામાં આવ્‍યું છે. બેઠકમાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી આ અંગે સૌરાષ્‍ટ્ર પ્રાંત સંયુક્‍ત મહામંત્રી જયસુખ ભાઈ બુટાણી એ જણાવ્‍યું હતું કે સૌરાષ્‍ટ્ર પ્રાંતની બેઠકમાં કરાયેલા હોદ્દેદારોની વરણી માં જૂનાગઢ જિલ્લા અધ્‍યક્ષ તરીકે અરવિંદભાઈ સોની, જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના વિભાગના અધ્‍યક્ષ તરીકે રાજુભાઈ રાઠોડ ,વિભાગ મંત્રી તરીકે સુરેશભાઈ બજાણીયા, જુનાગઢ વિભાગ સંગઠન મંત્રી તરીકે જગદીશભાઈ વડોદરિયા, જુનાગઢ જીલ્લા મહામંત્રી તરીકે ગૌરવભાઈ સુખાનંદી, જૂનાગઢ શહેર મહામંત્રી તરીકે આશિષભાઈ લોઢીયા ઉપરાંત જૂનાગઢ જિલ્લા છાત્ર પરિષદ અધ્‍યક્ષ તરીકે નિકુંજભાઈ તેરૈયા સહિતના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે

 આ અંગે જૂનાગઢ જિલ્લા આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદ રાષ્‍ટ્રીય બજરંગ દળના અધ્‍યક્ષ અરવિંદભાઈ સોનીએ જણાવ્‍યું હતું કે   આગામી સમયમાં ૧ હજાર યુવાનોને ત્રિશુલ દીક્ષા આપવામાં આવશે. આગામી સમયમાં લીંબડી ખાતે  રાષ્‍ટ્રીય બજરંગ દળ  સોર્ય પ્રશિક્ષણ વર્ગ યોજાશે.

 જેમાં લવ જેહાદ દીકરીને બચાવવાના અને ગૌરક્ષા અભિયાન શરૂ કરવામાં આવશે આ ઉપરાંત યુવાનોને તલવાર બાજી, લાઠી દાવ, જુડો કરાટે તથા રાઈફલ શુટિંગ સહિતના દાવ શીખવાડવામાં આવશે.

     આ તકે લીંબડી ખાતે યોજાયેલી સૌરાષ્‍ટ્ર પ્રાંતની બેઠકમાં સૌરાષ્‍ટ્ર પ્રાંતના અધ્‍યક્ષ ડો.ગજેરા ,કેન્‍દ્રીય મંત્રી માલાબેન રાવલ , પ્રદેશ સંગઠન મંત્રી રોહિત ભાઈ દરજી, ગુજરાત પ્રદેશ સંયુક્‍ત મહા મંત્રી કામેન્‍દ્ર સિંહ રાઠોડ, ગુજરાત પ્રદેશ મહામંત્રી હિંમતભાઈ બોરડ ,સૌરાષ્‍ટ્ર પ્રાંતમાં મંત્રી બકુલભાઈ ખાખી, સૌરાષ્‍ટ્ર પ્રાંત સંયુક્‍ત મહામંત્રી જયસુખ ભાઈ બુટાણી , સૌરાષ્‍ટ્ર પ્રાંત સંયુક્‍ત મહામંત્રી વસંતભાઇ પટેલ, સૌરાષ્‍ટ ્રપ્રાંત સંગઠન મંત્રી નિર્મલસિંહ ખુમાણ સહિતનાઓએ માર્ગદર્શન આપ્‍યું હતું તેમજ જૂનાગઢ જિલ્લામાં રાષ્‍ટ્રીય બજરંગ દળમાં જોડાવવા ગૌરવભાઈ સુખાનંદી ૯૭૧૪૮ ૧૮ ૭૦૦નો સંપર્ક કરવા આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદ રાષ્‍ટ્રીય બજરંગ દળના જૂનાગઢ જિલ્લા અધ્‍યક્ષ અરવિંદભાઈ સોનીએ  યાદીમાં જણાવાયું છે.

(2:00 pm IST)