Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

કેશોદ ડી.વાય.એસ.પી. કચેરી સરકારી ઓફિસ નહી પરંતુ એક મંદિર છે : રમેશભાઇ ઓઝા

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ, તા. ૧૯ :  વંથલી, માણાવદર અને બાંટવા પોલીસ સ્‍ટેશનનું કાયક્ષેત્ર ધરાવતી સ્‍થાનિક ડી.વાય.એસ.પી. કચેરીની મુલાકાતના અંતે સૌરાષ્‍ટ્રના  પ્રખર કથાકાર શ્રી રમેશભાઇ ઓઝા એ કહ્યું હતું કે, કેશોદ ડી.વાય.એસ.પી. કચેરી એક સરકારી ઓફિસ નહિ પરંતુ એક મંદિર છે.

શ્રી રમેશભાઇ ઓઝા સ્‍થાનિક ડી.વાય.એસ.પી. કચેરીએ આવી પહોંચતા સૌપ્રથમ ડી.વાય.એસ.પી. જે.બી. ગઢવી તેમજ અન્‍ય કર્મચારીઓએ હારતોરા કરી સ્‍વાગત કર્યુ હતું.

ત્‍યારબાદ શ્રી રમેશભાઇ ઓઝાએ ઓફિસના પટાંગણમાં જ બનાવેલ  શ્રી કૃષ્‍ણ ભગવાનની મૂર્તિ પાસે ઉભા રહી તસ્‍વીર ખેંચાવી હતી અને ઓફિસમાં કાર્યરત હતા.

દરમિયાન ડી.વાય.એસ.પી.શ્રી જે.બી. ગઢવીએ શ્રી રમેશભાઇ ઓઝાને જણાવ્‍યું હતું કે આ ઓફિસની નજીકમાં રખડતા બિનવારસી ઢોર માટે છાયો, ઘાસ અને પાણીની કાયમી વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

એ જ રીતે ઓફિસ નજીકની ઝુંપડટપટ્‍ીમાં રહેતા નાના બાળકોને માટે દરરોજ સાંજના અલગ અલગ નાસ્‍તા અને તેના પરિવાર માટે પાણીની કાયમી વ્‍યવસ્‍થા કરી આપી છે. તમામ નાના બાળકો માટે વિનામુલ્‍યે ચંપ્‍પલની વ્‍યવસ્‍થા પણ કરી આપવામાં આવી હતી. આ માટે ચંપ્‍પલના વેપારીને સ્‍થળ ઉપર બોલાવવામાં આવેલા અને બાળકોને મનગમતા ચપ્‍પલ વિના મૂલ્‍યે આપવામાં આવેલ.

ગાયો, ઝુપડપટ્ટીમાં રહેતા ગરીબ માણસો અને તેના બાળકો ઓફિસના ગ્રાઉન્‍ડની ગ્રીનરી તથા વૃક્ષોના નિરીક્ષણના અંતે શ્રી રમેશભાઇ ઓઝાએ જણાવેલ. આ જગ્‍યા એક સરકારી ઓફિસ નહી પરંતુ એક મંદિર જેવી જગ્‍યા છે.

અંતમાં શ્રી રમેશભાઇ ઓઝા સાથે ઓફિસના તમામ કર્મચારીઓએ એક ગૃપ ફોટો પડાવ્‍યો હતો. 

(2:00 pm IST)