Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

જુનાગઢમાં પોલીસ હેડકવાર્ટરમાં ચાલતા મહિલા સંચાલિત જુગારધામનો પર્દાફાશ

બે મહિલા સહિત ૪ જુગારીઓની રૂા.૪૬૧પ૦ની રોકડ સાથે ધરપકડ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૯ : જુનાગઢ પોલીસ હેડ કવાર્ટરમાં ચાલતા મહિલા સંચાલિત જુગારધામનો પોલીસે પર્દાફાશ કરી બે મહિલા સહિત ૪ જુગારીઓને રૂા.૪૬૧પ૦ની રોકડ સાથે ઝડપી લેતા ચકચાર મચી ગઇ હતી.

જુનાગઢમાં જયશ્રી ટોકીઝ પાસે આવેલ પોલીસ હેડ કવાર્ટરમાં બ્‍લોક નં.બી-૧ રૂમ નં.૦૯માં રહેતા ગૌરીબેન રમેશગીરી પ્રેમગીરી અપારનાથી (ઉ.વ.૪પ) નામની મહિલા તેના રહેણાંક મકાનમાં જુગાર રમાડતી હોવાની બાતમી મળતા બી ડીવીઝન પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો.

આ કાર્યવાહીમાં પોલીસે જુગારધામની સંચાલિકા ગૌરી અપનારથી તેમજ તેમને ત્‍યાં જુગાર રમવા આવેલ ગાંધીગ્રામ સંજયનગર શેરી નં.૩રમાં રહેતા ઝાંઝીબેન ભીમાભાઇ ઓડેદરા (ઉ.વ.૪પ) મધુરમ યોગી પાર્ક સોસાયટી બ્‍લોક બી-ર૪માં  રહેતા મનહરસિંહ કરશનભાઇ દયાતર (ઉ.વ.૪પ) અને જોશીપરાના આદિત્‍યનગર પાસે આવેલ હરસિધ્‍ધિી ટેનામેન્‍ટમાં રહેતા લાલચંદ નાનાલાલ મડીયા (ઉ.વ.૭૪) નામના વૃધ્‍ધની ધરપકડ કરી હતી. પોલીસે જુગારીઓ પાસેથી રૂા.૪૬૧પ૦ની રોકડ કબ્‍જે કરી હતી. તમામની સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ પી.એસ.આઇ. કે.જે. પટેલ ચલાવી રહયા છે.

(1:59 pm IST)