Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

જેતપુરમાં ૭ દિવસીય ભવ્‍ય સોમયજ્ઞ તથા વિષ્‍ણુ ગોપાલ યજ્ઞ : કાલે શોભાયાત્રા

હોમ દ્વારા પ્રવર્ગ્‍ય ૨૫ ફુટની અગ્ની શીખાના દર્શન : ભારતભરમાંથી વલ્લભકુળ આચાર્યો, સંતો, મહંતો પધારશે

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧૯ : શહેરમાં જ્ઞાન-કર્મ-ભકિતના સમનવય રૂપ વિશાળ સોમયજ્ઞનું આયોજન કરવામાં આવનાર છે. સાત દિવસ ચાલનારા આ યજ્ઞનો ભારતભરમાંથી ૧ લાખ શ્રધ્‍ધાળુઓ લાભ લેશે. જેમાં વિષ્‍ણુયાગ, ગો પુષ્ટીયાગ, છપ્‍પનભોગ, શ્રી મહાપ્રભુજીનો ઉત્‍સવ જેવા પ્રસંગો ઉજવાશે. સમગ્ર કાર્યક્રમને વૈષ્‍ણવાચાર્ય શ્રી રઘુનાથજી મહારાજના સાનીધ્‍યમાં આખરીઓપ અપાઇ રહ્યો છે.

શહેરમાં વૈષ્‍ણવ સમાજ દ્વારા નિત્‍ય અગ્નીહોત્રી વાજપેયી પ.પુ.ગો. ૧૦૦૮ શ્રી રઘુનાથજી મહારાજ તથા પુ. શ્રી જાનકી વહુજી, ચિ. શ્રી ગીરધરબાવા, ચિ. શ્રી ગોવિંદબાવાના સાનિધ્‍યમાં સર્વ પ્રથમ વખત ભવ્‍યાતીભવ્‍ય સોમ-વિષ્‍ણુ ગોપાલ યજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ યજ્ઞ અંગે માહીતી આપતા વૈષ્‍ણવાચાર્ય શ્રી રઘુનાથજી મહારાજે જણાવેલ કે આવો યજ્ઞ અગ્નિહોત્રી દ્વારા દીક્ષા મેળવેલ હોય તે જ કરી શકે છે.વેદો અને પુરાણોમાં જયાં કયા પણ યજ્ઞ શબ્‍દનો ઉલ્લેખ કરવામાં આવ્‍યો છે. ત્‍યાં સોમયજ્ઞનો જ સંદર્ભ છે. સોમયજ્ઞમાં સોમ નામની વનસ્‍પતીનો ઉપયોગ કરવામાં આવે છે જેને સોમવલ્લી પણ કહેવામાં આવે છે. આ યજ્ઞ સર્વ પ્રથમ દેવતાઓ એ કરેલ બાદ ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્‍ણ એ કરેલ હોવોનો ઉલ્લેખ છે. આવો યજ્ઞ વિશ્વ કલ્‍યાણ અને જનકલ્‍યાણ માટે કરવામાં આવે છે શહેરના લોકોનુ કલ્‍યાણ થાય તેમજ વાતાવરણનું શુધ્‍ધી કરણ થાય જેથી ખેડુતોને લાભ થાય તેવા શુભ આશયથી કરવામાં આવનાર છે.

સુરેશભાઇ રાણપરીયાએ આયોજન વિશે માહીતગાર કરતા જણાવેલ કે, ધારા સભ્‍ય જયેશભાઇ રાદડીયાના માર્ગદર્શન હેઠળ યોજાનારા આ યજ્ઞમાં ગુજરાતભરમાંથી વલ્લકુળ આચાર્યો, સંતો મહંતો શહેરના અગ્રણી, શ્રેષ્ઠીઓ ઉપસ્‍થીત રહેશે. જય પાર્ક નકલંક આશ્રમ રોડ, ખાતે યોજનારા આ યજ્ઞનો પ્રારંભ ભવ્‍ય શોભાયાત્રાથી તા. ૨૦/૪/૨૨ બુધવારના સાંજે ૬ કલાકેથી થશે. શોભાયાત્રા સ્‍ટેન્‍ડ ચોકથી પ્રારંભ થઇ મુખ્‍યમાર્ગો પર ફરી યજ્ઞ સ્‍થળે પહોચશે. તા. ૨૧ ગુરૂવારે ભીતરીયાઓ દ્વારા સીધ્‍ધ કરાયેલ સામગ્રીનો છપ્‍પન ભોગ ઠાકોરજીને ધરાવાશે જે વેષ્‍ણવો માટે સાંજે પ કલાકે દર્શનમાટે ખુલ્લો મુકાશે. તા.૨૨ ના યજ્ઞનો પ્રારંભ થતા સવારે ૮ કલાકે વૈદિક મંત્રો ચાર સાથે વિષ્‍ણુયાગ તથા ગો પુષ્ટીયાગ નો પ્રારંભ કરાશે. દરરોજ રાત્રીના ૯ થી ૧૦ કલાકે અ.સૌ. શ્રી જાનકી વહુજીના વચનામૃત થશે. જેમાં કૃષ્‍ણ યજુર્વેદ પારાયણ, શ્રીમદ્‌ ભાગવતજી દશમ સ્‍કંદનું રસપાન કરાવવામાં આવશે. તા. ૨૩ થી રપસવારે ૧૧-૩૦ કલાકે થી પ્રવર્ગ્‍ય ૨પ કુટની અગ્ની શીખાના દર્શન , ભીક્ષા, અક્ષત વર્ષા કરાશે. તા. ૨૬ મંગળવારે શ્રી મહાપ્રભુજીના ઉત્‍સવ અંતગત સવારે ૧૦ કલાકે સુત્‍યાહ સોમરસ પાન, બપોરે ૨ કલાકે સોમરસ હોમ થશે. તા. ૨૭ ના રોજ સવારે ૧૧ કલાકેથી અભિમંત્રીત કરેલા જલ થી અવભૃય સ્‍નાન, રાત્રીના ૧૨:૩૦ કલાકે શ્રીફળ હોમ થી યજ્ઞની પુર્ણાહુતી. થશે. આ યજ્ઞનો અંદાજીત ૧ લાખ શ્રધ્‍ધાળુઓ ભારતભરમાંથી લાભ લેશે.

(1:56 pm IST)