Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

ઉનાના વિદ્યાર્થીની ફી માફી કરાવી આપતા જુનાગઢ ડીવાયએસપી પ્રદિપસિંહ

જુનાગઢ, તા. ૧૯ : ગીર સોમનાથ જિલ્લાના ઉના વિસ્‍તારમાં રહેતા અને જૂનાગઢ જિલ્લાની એક શૈક્ષણિક સંસ્‍થામાં બીએસસી, ર્નસિંગમાં અભ્‍યાસ કરતા એક વિદ્યાર્થી દ્વારા જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને ટેલિફોનથી જાણ કરેલ કે, પોતે બીએસસી, નસિર્ંગમાં અભ્‍યાસ કરે છે. પોતાના પિતાને ઉના વિસ્‍તારમાં આંબાનો બગીચો છે, આમ તો પોતાને શૈક્ષણિક ફી નો કોઈ પ્રશ્ન નથી, શૈક્ષણિક ફી પોતે ભરેલ છે. પરંતુ, તાજેતરમાં આવેલ તાઉકતે વાવાઝોડા દરમિયાન આંબાના બગીચામાં નુકશાન થતા દોઢ બે વર્ષથી કેરીની આવક બંધ થઈ જતા, આર્થિક સ્‍થિતિ ડામાડોળ થઈ જતા, ગુજરાન ચલાવવું ભારે થઈ પડેલ હતું. પોતે શૈક્ષણિક ફી તો ભરેલ છે, પણ હોસ્‍ટેલ ફી માં થોડા રૂપિયા ઘટતા હોઈ, પોતાને નજીકના ગામે પોતાના સગાના ઘરે રહી, અપડાઉંન કરી, અભ્‍યાસ કરવા જવું પડતું હોવાથી, અભ્‍યાસ માટે પૂરતો સમય મળતો ના હોઈ, મદદ કરવા, રજૂઆત કરવામાં આવેલ હતી.

પ્રદીપસિંહ જાડેજા દ્વારા શાળા સંચાલકનો સંપર્ક કરી, યુવાનને મદદ કરવા વિનંતી કરતા, અરજદાર યુવાનને શાળાએ મોકલતા, યુવાનની ૬પ ટકા થી ૭૦ ટકા ફી માફી કરી, બાકીની ફી જ્‍યારે થાય ત્‍યારે આપવાનું જણાવી, વિદ્યાર્થીના આગળના ભણતરનો માર્ગ મોકળો થયેલ હતો.  સામાન્‍ય કુટુંબના અરજદાર દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.   ંજૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી ની સૂચનાથી જૂનાગઢ પોલીસ દ્વારા અરજદારને અભ્‍યાસનો માર્ગ મોકળો કરાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્‍વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કર્યું હતું.

(1:53 pm IST)