Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

ખંભાળિયામાં ટેકાના ભાવે ચણા વેચવા કતારો : રોજ ૩૦૦ ખેડૂતોનો વારો

ખંભાળીયા,તા. ૧૯ : ગુજકોમાસોળ સંસ્‍થા દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે. જેમાં ખંભાળીયા માર્કેટીંગ યાર્ડે હિંગળાજ સેવા સહકારી મંડળી તથા ગુજકોમાસોલ દ્વારા કરાયેલી વ્‍યવસ્‍થામાં રોજ મોટી સંખ્‍યામાં ખેડૂતો ઉમટે છે.

આ અંગેની વિગતો આપતા મુકેશભાઇ દુધરેજીયાએ જણાવેલ કે હિંગળાજ સેવા સહકારી મંડળી તથા ગુજકોમાસોલ સંસ્‍થા દ્વારા ખૂબ સારી રીતે ખંભાળીયામાં માર્કેટીંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે ચણાની ખરીદીની વ્‍યવસ્‍થા ગોઠવાઇ છે તથા રોજ ત્રણસો ખેડૂતોને બોલાવવામાં આવે છે તથા વ્‍યસ્‍થિત વારા પ્રમાણે ખેડૂતો પાસેથી ખરીદી થાય છે.

હાલ ખુલ્લા બજાર કરતા ટેકાના ભાવે ૧૫૦ રૂ. મણે વધુ મળતા હોય ખેડૂતોની વેચાણ માટે પડાપડીનો માહોલ જોવા મળે છે. અત્‍યાર સુધીમાં પાંચેક હજાર જેટલા ખેડૂતોએ તેમનો માલ ટેકાના ભાવે ખરીદીમાં વેચ્‍યો છે. જેમના ઓનલાઇન પેમેન્‍ટની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

(1:50 pm IST)