Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

જામનગરમાં વિશ્વ ધરોહર દિવસે આઝાદીની ૭૫ સ્‍મરણીય સરવાણી પ્રદર્શન

જામનગર,તા. ૧૯ : આઝાદી કા અમૃત મહોત્‍સવ ઉજવણી અંતર્ગત રમત-ગમત યુવા અને સાંસ્‍કૃતીક પ્રવૃતિ વિભાગ તથા પુરાતત્‍વીય સંગ્રહાલય જામનગરના ઉપક્રમે લાખોટા કોઠા, રણમલ તળાવ ખાતે આઝાદીની ૭૫ સ્‍મરણીય સરવાણી પ્રદર્શન સાંસદ પૂનમબેન માડમના હસ્‍તે ખુલ્લુ મુકવામાં આવેલ છે.

દેશની આઝાદીના ૭૫મી વર્ષગાંઠ નિમિતે વિશ્વ ધરોહર દિવસે આપણા દેશના સ્‍વતંત્રતા સંગ્રામની યાદગાર અને પ્રેરણાષાોત એવી ઐતિહાસિક મહત્‍વપૂર્વ ઘટનાઓને અનુરૂપ આ પ્રદર્શન તૈયાર કરવામાં આવેલ છે. આ પ્રદર્શનના કલાકાર અને રચિયતા સિધ્‍ધાર્થ કનેરીયા દ્વારા સ્‍વતંત્રતા સંગ્રામ સમયની ખાસ મહત્‍વપૂર્વ ૭૫ ઘટનાઓની પ્રિન્‍ટ પ્રક્રિયાથી ફોટોગ્રાફી પ્રિન્‍ટ તૈયાર કરી આ પ્રદર્શનમાં મુકવામાં આવેલ છે.

આ પ્રદર્શન જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવેલ છે. અને પ્રદર્શન આગામી તા. ૧/૫/૨૦૨૨ સુધી નિહાળી શકાશે. પ્રદર્શન તૈયાર કરવા માટે કયુરેટર બુલબુલબેન અને પ્રદર્શનના રચયિતા સિધ્‍ધાર્થ કનેરીયાને અભિનંદન પાઠવ્‍યા હતા.

(1:53 pm IST)