Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

ટંકારા તાલુકાના વાઘગઢ ગામે મહાપુરૂષોના નામ ઉપરથી દરેક શેરીનું નામકરણ

( હર્ષદરાય કંસારા )ટંકારા,તા.૧૯ : ટંકારા તાલુકાના  વાઘગઢ ગામે શ્રી હનુમાનજી જયંતી નિમિત્તે ત્રિવેણી કાર્યક્રમ યોજવામાં આવેલ.   શ્રી હનુમાનજી મંદિરે પૂજા અર્ચના, તથા આરતી કરાયેલ.વાજતે ગાજતે ભવ્‍ય શોભાયાત્રા નીકળેલ. ગ્રામજનો ,આગેવાનો શોભાયાત્રામાં જોડાયેલ.

વાઘગઢ ગામની શેરીઓ નું  ભારતવર્ષના મહાપુરૂષો ઉપરથી દરેક શેરીનું નામકરણ, મહર્ષિ  દયાનંદ શેરી , સ્‍વામી વિવેકાનંદ શેરી વિગેરે કરવામાં આવેલ.

વાઘગઢ ગામને આર્થિક યોગદાન આપનાર તથા સતત ગામને સ્‍વચ્‍છ અને હરિયાળુ બનાવવામાં સતત ખેવના રાખનાર વડીલો, બહેનો અને માતાઓનું સન્‍માન.

  કાર્યક્રમ યોજાયેલ.

   આ કાર્યક્રમની વિશેષતા એ જોવાજેવી હતી કે છેલ્લા પંદર દિવસથી આખા ગામને  રંગરોગના કરવા આવી રહ્યું છે આ  સામુહિક કાર્યને ગામ આખાયે હોંશે હોંશે વધાવીને ગામને વ્‍હાઇટ હાઉસ જેવું બનાવે દિધેલ છે. આ વ્‍હાઇટ હાઉસ બનાવી દેવાની તમામ જવાબદારી શ્રી મહેન્‍દ્રભાઈ ભીખાભાઇ બારૈયાએ લીધેલ.આ કાર્ય કરવા માટેનો રંગરોગાન કરવાનો તમામ ખર્ચ   પ્રખર આર્ય વિચારક ,આર્ય વિદ્યાલયના  પ્રમુખ   માવજીભાઈ અમરશીભાઈ દલસાણીયાએ લીધેલ.

  શ્રી હનુમાનજી જયંતિ નિમિત્તે આખા ગામનું  મહાપ્રસાદના યુવા અને વિરલ દાતાશ્રી સવજીભાઈ દેવશીભાઈ બારૈયા દ્વારા યોજાયેલ.

ભારતના મહાપુરૂષો પરથી શેરીઓના નામ રાખવા પાછળનું તમામ ખર્ચ ગામવિકાસમાં હરહંમેશ એકકદમ આગળ એવા કાનજીભાઈ રતનશીભાઈ છત્રોલા દ્રારા કરવામાં આવેલ.

આ કાર્યને બિરદાવવા વાઘગઢ ગ્રામ પંચાયતના બિન હરીફ યુવા સરપંચ     વલ્લભભાઈ બારૈયા,ઉપ સરપંચ જયેશભાઇ અને પંચાયત બોડી તથા તલાટી મંત્રી શ્રીમતી શીતલબેન દ્રારા આ કાર્યમાં સહયોગ આપનાર   શ્રમદાન કરનાર વડીલો માતાઓ તથા દાતાશ્રીનું સન્‍માન કરવામાં આવેલ.

આખા કાર્યક્રમનું સંચાલન સંજયભાઈ, જગદીશભાઈ અને દેવેન્‍દ્રભાઈ ફેફર તથા રમણિકભાઈ વડાવીયાએ કર્યુ હતું.

(1:47 pm IST)